નવી દિલ્હીઃ કાશ્મીર મામલે ટ્વીટ કરીને ભારતના લોકોના નિશાન પર આવેલા પાકિસ્તાન ક્રિકેટ ખેલાડી શાહિદ આફ્રિદી સતત આલોચનાનો સામનો કરી રહ્યો છે. આ મામલા પર સૌથી પહેલા ગંભીરે તેને જવાબ આપ્યો હતો. ત્યારબાદ સચિન તેંડુલકર, કપિલ દેવ અને વિરાટ કોહલીએ પણ આફ્રિદીને જવાબ આપ્યો હતો. પરંતુ હવે આ મામલે સૌથી મોટો  વાર ભારતીય ઓપનર શિખર ધવને કર્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શિખર ધવને ટ્વીટ કરીને આફ્રિદીની કહ્યું પહેલા તમારા દેશની ચિંતા કરો. તે તેની સ્થિતિ સુધારે. અમે અમારા દેશ વિશે સારૂ વિચારી રહ્યાં છીએ. તે આ મામલે વધુ મગજ ન દોડાવે. 



સૌથી વહેલા આફ્રિદીએ પોતાના ટ્વીટમાં કહ્યું હતું, કાશ્મીરમાં હાલત ચિંતાજનક છે. આત્મનિર્ણય અને આઝાદીનો અવાજ દબાવવા માટે નિર્દોષોને મારવામાં આવી રહ્યાં છે. આશ્ચર્યની વાત છે તે તેને રોકવા માટે યૂએન અને અન્ય સંગઠન કોઇ પગલાં ભરતાં નથી. 



આ પહેલા ભારતીય ક્રિકેટર ગૌતમ ગંભીરે ટ્વીટ કરીને આફ્રિદીને કરારો જવાબ આપ્યો હતો. 




ત્યારબાદ આફ્રિદીના સુર બદલ્યા અને તેણે તિરંગાની સાથે ફોટો શેર કર્યો હતો. 




ત્યારબાદ કોહલીએ આફ્રિદીના નિવેદન પર કહ્યું, એક ભારતીય હોવાને લીધે દેશ માટે જે યોગ્ય છે તે જ કહીએ છીએ. મારી રૂચી હંમેશા દેશના હિતમાં હોય છે. જો કોઈ તેનો વિરોધ કરે તો હું ક્યારેય તેનું સમર્થન કરીશ નહીં. 



તેણે કહ્યું, કોઈપણ મુદ્દે બોલવું કોઈનું અંગત મંતવ્ય છે. જ્યાં સુધી  મને કોઇ મામલે જાણકારી ન હોય તો હું તેના પર બોલતો નથી. પરંતુ મારા દેશ સાથે ઉભુ રહેવું મારી પહેલી પ્રાથમિકતા છે.