વુહાન (ચીન): ભારતના ભાલા ફેંક એથલીટ શિવપાલ સિંહે (Shivpal Singh) ગુરૂવારે સાતમાં સીઆઈએસએમ મિલિટ્રી વર્લ્ડ ગેમ્સમાં (7th CISM Military World Games)ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો છે. એક અન્ય ભારતીય ગુરપ્રીત સિંહ (Gurpreet Singh)એ શૂટિંગમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. શિવપાલ સિંહ ભારતીય વાયુ સેનામાં કાર્યરત છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શિવપાલ સિંહે મિલિટ્રી વર્લ્ડ ગેમ્સ (Military World Games)ના જેવલિન થ્રો ઇવેન્ટમાં 83.33 મીટર થ્રો કરીને પ્રથમ સ્થાન હાસિલ કર્યું હતું. 24 વર્ષના શિવપાલે આ વર્ષે દોહામાં આયોજીત એશિયન એથલેટિક્સ ચેમ્પિયનશિપમાં 86.26 મીટરની સાથે સિલ્વર જીત્યો હતો. 


આ વચ્ચે ભારતીય થલ સેનામાં કાર્યરત ગુરપ્રીત સિંહે 25 મીટર સેનટ્ર ફાયર પિસ્તોલ ઇવેન્ટમાં 585 સ્કોરની સાથે બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યો હતો. 31 વર્ષના ગુરપ્રીત અમૃતસરથી છે. ગુરપ્રીત 2010મા ભારતમાં આયોજીત કોમનવેલ્થ ગેમ્સમાં બે ગોલ્ડ મેડલ જીતી ચુક્યો છે. 

અબુધાબી T-10: યુવરાજ સિંહ કરશે ધમાકો, આ ટીમ સાથે જોડાયો


આ પહેલા આનંદન ગુણાસેકરને મિલિટ્રી વર્લ્ડ ગેમ્સમાં મંગળવારે દિવ્યાંગ ઇવેન્ટમાં ભારતને બે ગોલ્ડ મેડલ અપાવ્યા હતા. તેણે પુરૂષોના 100 અને 400 મીટર આઈટી-1 ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. આનંદન આ પહેલા પેરા-એશિયન ગેમ્સમાં પણ સિલ્વર અને બ્રોન્ઝ જીતી ચુક્યો છે.