IPL ચીયર્સલીડર્સે કર્યાં એવા ખુલાસા કે, કોઈ જવાની હિંમત પણ ન કરે
ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાંથી સૌથી નાનું ફોર્મેટ છે ટી-20, અને આઈપીએલ ટી-20 ક્રિકેટ સૌથી મોટી ટુર્નામેન્ટ છે. જોકે, આ સૌથી નાનુ ફોર્મેટ છે, પરંતુ તેની લોકપ્રિયતા સૌથી વધુ છે. દર વર્ષે ફેન્સમાં આઈપીએલને લઈને એક્સાઈટમેન્ટ બમણી થઈ જાય છે. તો આઈપીએલ દરમિયાન અનેક વિવાદ પણ સામે આવે છે. ક્યારેક ચિયર્સ લીડર્સની સાથે છેડછાડ તો ક્યારેક મેચ ફિક્સીંગ, આઈપીએલનો વિવાદ સાથે જૂનો નાતો રહ્યો છે. આવામાં આજે ચિયર્સ લીડર્સ દ્વારા કરવામાં આવેલ 5 ખુલાસા વિશે જણાવીશું. જેને લઈને આઈપીએલ ચર્ચામાં રહે છે.
ઝી મીડિયા/બ્યૂરો :ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાંથી સૌથી નાનું ફોર્મેટ છે ટી-20, અને આઈપીએલ ટી-20 ક્રિકેટ સૌથી મોટી ટુર્નામેન્ટ છે. જોકે, આ સૌથી નાનુ ફોર્મેટ છે, પરંતુ તેની લોકપ્રિયતા સૌથી વધુ છે. દર વર્ષે ફેન્સમાં આઈપીએલને લઈને એક્સાઈટમેન્ટ બમણી થઈ જાય છે. તો આઈપીએલ દરમિયાન અનેક વિવાદ પણ સામે આવે છે. ક્યારેક ચિયર્સ લીડર્સની સાથે છેડછાડ તો ક્યારેક મેચ ફિક્સીંગ, આઈપીએલનો વિવાદ સાથે જૂનો નાતો રહ્યો છે. આવામાં આજે ચિયર્સ લીડર્સ દ્વારા કરવામાં આવેલ 5 ખુલાસા વિશે જણાવીશું. જેને લઈને આઈપીએલ ચર્ચામાં રહે છે.
બોલિવુડ કનેક્શન
બહુ ઓછા લોકોને માલૂમ છે કે, અનેક ચીયર્સ લીડર્સ ફિલ્મોમાં પણ કામ કરી ચૂકી છે. ખબરોની માનીએ તો, જે કંપની આઈપીએલમાં ચીયર્સ લિડર્સ આપે છે, તે જ ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં પણ ડાન્સ ટ્રુપ્સ ઓર્ગેનાઈઝ કરાવે છે. જેને કારણે ચીયર્સ લીડર્સને ફિલ્મોમાં કામ કરવાની તક મળી જાય છે.
53 હજારને પાર પહોંચ્યું સોનું, જુલાઈમાં સોનાનો કારોબાર 80% સુધી પડી ભાંગ્યો
પાર્ટીઓમાં થાય છે ખરાબ વ્યવહાર
આઈપીએલની મેચો બાદ ક્રિકેટર્સને રિલેક્સ કરવા માટે મોડી રાત સુધી પાર્ટીઝ ચાલતી હોય છે. જ્યાં ચીયર્સ લિડર્સ પણ હોય છે. રિપોર્ટના આધારે, એક ચીયર્સ લિડર્સે જણાવ્યું હતું કે, એક આઈપીએલ પાર્ટીમાં ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકાના કેટલાક ક્રિકેટર્સના તેમની સાથે નશામાં ખરાબ વ્યવહાર કર્યો હતો. આ પાર્ટીઓમાં પ્લેયર્સ મેચ ફિક્સીંગની પણ વાતો કરે છે.
બેકાર હોટલ
અનેક ચીયર્સ લીડર્સ જણાવી ચૂકી છે કે, તેમના રોકવા માટે વન સ્ટાર હોટલના બુકિંગ કરવામાં આવે છે. જ્યાં રહેવામાં બહુ જ તકલીફોનો સામનો કરવો પડે છે. કેમ કે, ત્યાંના રૂમ બહુ જ ગંદા હોય છે.
Sushant Suicide Case: રિયા ચક્રવર્તી અને તેના ભાઈ પર નોંધાયો મની લોન્ડ્રિંગનો કેસ
શોષણ
અનેક આઈપીએલ ચીયર્સ લીડર્સ આ વાતનો ખુલાસો કરી ચૂકી છે કે, આયોજક તેઓને બહુ જ અજીબ કપડા પહેરવા માટે કહે છે. જે વ્યવસ્થિત રીતે ડિઝાઈન પણ કરેલા હોતા નથી. આ કપડામાં ચીયર્સ લીડર્સ ખુદને અસહજ અનુભવે છે. એટલું જ નહિ, મોટાભાગના દર્શક તેઓને સેક્સ ડોલના રૂપમાં જુએ છે.
પેમેન્ટની તકલીફ
થોડા સમય પહેલા રાજસ્થાન રોયલ્સની એક ચીયર્સ લીડર્સને ખુલાસો કર્યો કે, તેઓને સમય પર ફી મળતી નથી. સાથે જ તેઓને સફર દરમિયાન જરૂરી ચીજો પણ મળતી નથી.
વિદેશી ચીયર્સ લીડર્સ
હંમેશા તમે મેદાન પર વિદેશી ચીયર્સ લીડર્સને પણ જોઈ હશે. આ વાતનો ખુલાસો અનેકવાર ચીયર્સ લીડર્સ કરી ચૂક્યા છે કે, ગોરા રંગની યુવતીઓને જ ચીયર્સ લીડર્સ તરીકે લેવામાં આવે છે. જેને કારણે અનેક ભારતીય યુવતીઓને અહીં કામ કરવાની તક મળતી નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર