ઈસ્લામાબાદઃ પાકિસ્તાનના ફાસ્ટ બોલર શોએબ અખ્તરે ગુરૂવારે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી)ના સલાહકાર પદેથી રાજીનામું આપી દીધું છે. 43 વર્ષીય શોએબ અખ્તરે ટ્વીટર પર પોતાના રાજીનામાની જાહેરાત કરી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પીસીબીના ચેરમેન નજમ સેઠી દ્વારા શોએબ અખ્તરની નિમણૂક કરવામાં આવી હતી. સેઠી એહસાન મણીના સ્થાને પીસીબીના ચેરમેન બન્યા હતા. પીસીબીના બ્રાન્ડ એમ્બેસડર તરીકે શોએબે છ મહિના કામ કર્યું હતું. 



ઉલ્લેખનીય છે કે, શોએબ અખ્તરે વર્ષ 2011ના વર્લ્ડ કપમાં પાકિસ્તાન ક્રિકેટ ટીમના પરાજય બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધીહતી. તેની ફાસ્ટ બોલિંગ માટે સમગ્ર ક્રિકેટ વિશ્વમાં તે જાણીતો છે. તે 161.4 કિમી પ્રતિ કલાકની ઝડપે બોલ નાખતો હતો. 


શોએબે 46 ટેસ્ટ અને 163 વન-ડેમાં કામ કર્યું છે. તેણે 178 ટેસ્ટ અને 247 વન-ડે વિકેટ લીધી છે. પીસીબીની વહીવટી બોડીમાં જ્યારે અવારનવાર ફેરફાર થઈ રહ્યા હોય ત્યારે તેમની સાથે કામ કરવું મને યોગ્ય લાગ્યું ન હતું. 


ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલના પ્રમુખ એહસાન મણીને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ(પીસીબી)ના ત્રણ વર્ષ માટે આધિકારીક ચેરમેન નિયુક્ત કરાયા હતા. તેમણે નજમ સેઠીનું સ્થાન લીધું હતું.