નવી દિલ્હીઃ પૂર્વ કેપ્ટન સુનીલ ગાવસ્કરનું માનવું છે કે રિષભ પંતની તુલનામાં શ્રેયસ અય્યર એકદિવસીય આંતરરાષ્ટ્રીય મેચોમાં ચોથા સ્થાન માટે સારો વિકલ્પ છે અને ભારતીય મધ્યમક્રમમાં તેને સ્થાયી જગ્યા મળવી જોઈએ. એક વર્ષ બાદ ભારતીય ટીમમાં જગ્યા બનાવનાર અય્યરે રવિવારે પોર્ટ ઓફ સ્પેનમાં વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ બીજી વનડેમાં 68 બોલમાં 71 રન બનાવ્યા અને ભારતની 59 રનની જીતમાં મહત્વની ભૂમિકા નિભાવી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ધોનીની જેમ નીચલા ક્રમ પર રમે પંત
અય્યર ભારતીય ટીમમાં ચોથા સ્થાન પર બેટિંગ કરવા માટે દાવેદાર છે પરંતુ ટીમ મેનેજમેન્ટ હાલ 50 ઓવરના ફોર્મેટમાં આ સ્થાન પર વિકેટકીપર બેટ્સમેન પંતને તક આપી રહ્યું છે. ગાવસ્કરે કહ્યું, 'મારી નજરથી રિષભ પંત એમએસ ધોનીની જેમ 5મા કે છઠ્ઠા ક્રમ પર ફિનિશરના રૂપમાં સારો છે, કારણ કે અહીં તે પોતાની સ્વાભાવિક રમત રમી શકે છે.'


નંબર-4 માટે શ્રેયસ ફિટ
તેમણે કહ્યું, 'વિરાટ કોહલી, શિખર ધવન અને રોહિત શર્મા જો ભારતને સારી શરૂઆત અપાવે છે અને 45-45 ઓવર સુધી બેટિંગ કરે છે તો પંત ચોથા નંબર પર યોગ્ય છે, પરંતુ જો 30-35 ઓવર સુધી બેટિંગ કરે છે તો મને લાગે છે કે અય્યર ચોથા અને પંત પાંચમાં સ્થાન પર હોવા જોઈએ.' ટી20 સિરીઝમાં અંતિમ ઇલેવનમાં જગ્યા બનાવવામાં નિષ્ફળ રહેલ અય્યરે કેપ્ટન કોહલી (120)ની સાથે 125 રનની ભાગીદારી કરી, જેથી ભારતે 7 વિકેટ પર 279 રન બનાવ્યા હતા.

કેપ્ટનશિપ મળ્યા બાદ 'વન-ડેનો બ્રેડમેન' બન્યો કોહલી, દરે ચોથી ઇનિંગ્સમાં ફટકારે છે સદી

કેપ્ટન પર ઓછો કર્યો ભાર
અય્યરની પ્રશંસા કરતા ગાવસ્કરે કહ્યું, 'તેણે તકનો લાભ લીધો. તે પાંચમાં ક્રમે આવ્યો. તેની પાસે ઘણી ઓવર હતી અને કેપ્ટન વિરાટ કોહલી તેની સાથે રમી રહ્યો હતો. તેનાથી વધુ સારી કંઇ ન હોઈ શકે, કારણ કે કેપ્ટન તમારા ઉપરથી દબાવ ઓછો કરે છે.' તેમણે કહ્યું, 'ક્રિકેટમાં શીખવાની સર્વશ્રેષ્ઠ જગ્યા નોન-સ્ટ્રાઇકર એન્ડ છે. કોહલી જ્યારે બેટિંગ કરી રહ્યો હતો તો અય્યર તે કરી રહ્યો હતો.'