નવી દિલ્હી: વિરાટ કોહલી (Virat Kohli) એ તાજેતરમાં જ જાહેરાત કરી છે કે આઇસીસી ટી-20 વર્લ્ડ કપ 2021 (ICC T20 World Cup 2021) પછી સૌથી નાના ફોર્મેટમાં ટીમ ઇન્ડીયા (Team India) ના કેપ્ટનપદેથી રાજીનામું આપી દેશે. ત્યારબાદ સતત સવાલ ઉઠી રહ્યા છે કે કેપ્ટનશિપમાં કોહલીને કોણ રિપ્લેસ કરશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ હશે ટીમ ઇન્ડીયાના આગામી કેપ્ટન!
ઓસ્ટ્રેલિયાના પોરોવ સ્પિનર બ્રેડ હોગ (Brad Hogg) દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals) ખેલાડી શ્રેયસ અય્યર (Shreyas Iyer) થી ખૂબ પ્રભાવિત છે. તેમનું માનવું છે કે અય્યર ફ્યૂચરમાં ટીમ ઇન્ડીયા (Team India) ના કેપ્ટન બની શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે અય્યરની કેપ્ટનશિપમાં જ દિલ્હી ટીમે આઇપીએલ 2020 ની ફાઇનલમાં જગ્યા બનાવી હતી. 

Coronavirus: કોનું વેક્સીન સર્ટિફિકેટ અસલી કોનું નકલી, આ રીતે સરળતાથી કરો ચેક


અય્યરને પહોંચી હતી ઇજા
શ્રેયસ અય્યર (Shreyas Iyer) ને આ વર્ષે ઇગ્લેંડના વિરૂદ્ધ વનડે સીરીઝમાં ફીલ્ડીંગ કરતી વખતે ખભા પર ઇજા પહોંચી હતી, જેના લીધે તે આઇપીએલ 2021 (IPL 2021) ની પ્રથમ ફેજ રમી શક્યા ન હતા. જ્યારે બીજા ફેજમાં તેમની વાપસી થઇ તો દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals) ના કેપ્ટન તરીકે ઋષભ પંત (Rishabh Pant) ને જવાબદારી યથાવત રાખવામાં આવી. 


બ્રેડ હોગ (Brad Hogg) એ પોતાની યૂટ્યૂબ ચેનલ પર કહ્યું કે 'ઇજા બાદ તેમની વાપસી થઇ છે તે ખૂબ પ્રેશરમાં છે. તેમને ટી-20 વર્લ્ડકપ 2021 (T20 World Cup 2021) માટે સિલેક્ટ કરવામાં આવી ભારતની મેન ટીમમાં સ્થાન ન મળ્યું. એક વસ્તુ જે મેં પત્રકાર પરિષદમાં જોઇ હતી તે એ છે કે શ્રેયસ ફ્યૂચરમાં ટીમ ઇન્ડીયાના કેપ્ટન બની શકે છે. 

Petrol ના વધતા જતા ભાવને લઇને મોટા સમાચાર! સરકારે કહ્યું ક્યારે અને કેવી રીતે સસ્તુ થશે પેટ્રોલ


મેન ટીમમાં ન મળ્યું અય્યરને સ્થાન
હોગે આગળ કહ્યું, 'અય્યર લિમિટેડ ઓવર્સ ક્રિકેટમાં ટીમ ઇન્ડીયાના રેગ્યુલર મેંબર હતા. અય્યરે આઇપીએલની 14મી સીઝન પહેલાં ઇગ્લેંડ વિરૂદ્ધ પહેલી વનડે મેચમાં ઇજાના શિકાર થયા હતા. ફીલ્ડીંગ કરતી વખતે અય્યરને ખભા પર ઇજા પહોંચી હતી. ત્યારબાદ સર્જરી થઇ. ટી-20 વર્લ્ડકપમાં તેમને રિઝર્વ પ્લેયર તરીકે ટીમ ઇન્ડીયામાં સામેલ કરવામાં આવ્યા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube