Coronavirus: કોનું વેક્સીન સર્ટિફિકેટ અસલી કોનું નકલી, આ રીતે સરળતાથી કરો ચેક

ભારતના કોરોના વેક્સીન સર્ટિફિકેટ  (Corona Vaccine Certificate) ને લઇને બબાલ મચી ગઇ છે. પહેલાં બ્રિટને કોવિશીલ્ડ વેક્સીન લગાવી ચૂકેલા ભારતીય યાત્રીઓને વેક્સીનેટેડ ગણવાની ના પાડી દીધી હતી.

Coronavirus: કોનું વેક્સીન સર્ટિફિકેટ અસલી કોનું નકલી, આ રીતે સરળતાથી કરો ચેક

નવી દિલ્હી: ભારતના કોરોના વેક્સીન સર્ટિફિકેટ  (Corona Vaccine Certificate) ને લઇને બબાલ મચી ગઇ છે. પહેલાં બ્રિટને કોવિશીલ્ડ વેક્સીન લગાવી ચૂકેલા ભારતીય યાત્રીઓને વેક્સીનેટેડ ગણવાની ના પાડી દીધી હતી પરંતુ ભારતના દબાણ આગળ પોતાનો નિર્ણય બદલવો પડ્યો અને પછી કહ્યું કે તેને ભારતના કોવિશીલ્ડ વેક્સીનથી સમસ્યા નથી પરંતુ વેક્સીન સર્ટિફિકેટથી સમસ્યા છે. 

બ્રિટનને વેક્સીન સર્ટિફિકેટ સામે વાંધો
બ્રિટને કોવિશીલ્ડ લગાવી ચૂકેલા ભારતીયોને ટ્રાવેલ અનુમતિ આપી દીધી છે પરંતુ તેના પર જૂની શરતો લાગૂ રહેશે. એટલે કે સંપૂર્ણપણે વેક્સીનેટેડ ભારતીયોને બ્રિટન ગયા બાદ 10 દિવસ સુધી હોમ આઇસોલેશનમાં રહેવું પડશે સાથે જ તેમને પોતાનો કોરોનાનો RT-PCR નેગેટિવ રિપોર્ટ બતાવવાનો રહેશે. સ્પષ્ટ શબ્દોમાં કહીએ તો બ્રિટનને ભારતના વેક્સીન સર્ટિફિકેટની પ્રમાણિકતા પર શંકા છે. એવામાં અમે તમને જણાવી રહ્યા છીએ કે જો તમારી પાસે પણ વેક્સીન સર્ટિફિકેટ છે તો તમે કેવી રીતે જઍણી શકશો કે સર્ટિફિકેટ અસલી છે કે નકલી.

આ પ્રકારે કરો સર્ટિફિકેટની ઓળખ
- સૌથી પહેલાં કોવિનની ઓફિશિયલ વેબસસાઇડ verify.cowin.gov.in/ પર જાવ. 
- ત્યારબાદ તમે વેરિફાઇ સર્ટિફિકેટ પર Verify a vaccination certificate ના ઓપ્શન પર ક્લિક કરો. 
- જેવું જ તમે અહીં ક્લિક કરશો તો તમારા ફોન પર કેમેરાને ખોલવા માતે એક નોટિફિકેશ મળશે. જેની અનુમતિ તમારે આપવી પડશે. 
- કેમેરાને કાગળ અથવા ડિજિટલ સર્ટિફિકેટ પર આપવામાં આવેલા QR કોડ પર પોઇન્ટ કરો અને સ્કેન કરો. 
- QR કોડને સ્કેન કરતાં એક ઓથેંટિક વેક્સીન સર્ટિફિકેટ  'Certificate Successfully Verified' જોવા મળશે.
- જો તમે સર્ટિફિકેટ નકલી હોય તો 'Certificate Invalid' જણાવી દેશે. 

વેક્સીન સર્ટિફિકેટની કાળાબજારી
જોકે, ચેક પોઇન્ટ નામની એક સોફ્ટવેર કંપનીએ નકલી કોવિડ વેક્સીન સર્ટિકેટની કાળા બજારીને શોધી કાઢવા માટે એક સ્ટડી કર્યો જેમાં ખબર પડી કે દુનિયાભરના 29 દેશોમાં ફેક વેક્સીન સર્ટિફિકેટ બનાવવામાં આવી રહ્યા છે. તેમાં ઓસ્ટ્રિયા, બ્રાજીલ, લાતવિયા, લિથુઆનિયા, માલ્ટા, પુર્તગાલ, સિંગાપુર, થાઇલેન્ડ, UAE જેવા દેશ સામેલ છે. એવામાં અમે તમને જણાવી રહ્યા છીએ કે સરળતાથી કેવી જાણી શકાય કે તમારું અથવા બીજા કોઇનું વેક્સીન સર્ટિફિકેટ અસલી છે કે નકલી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news