નવી દિલ્હી : ન્યુઝીલેન્ડ ખાતે રમાઈ રહેલી અંડર-19 ક્રિકેટ વર્લ્ડકપમાં રાહુલ દ્રવિડની ટીમ શાનદાર પ્રદર્શન કરી રહી છે. ભારતની ટીમ હજી સુધી એક પણ મેચ હારી નથી. આ ટીમમાં બેટ્સમેનોની સાથેસાથે બોલર્સ પણ ધમાકેદાર પ્રદર્શન કરી રહ્યા છે. પહેલી મેચમાં ટીમ ઇન્ડિ્યાએ ઓસ્ટ્રેલિયાને 100 રનથી હરાવી છે. આ સિવાય બાકીની બે મેચોમાં 10-10 વિકેટથી જીત મેળવીને નવો રેકોર્ડ બનાવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પહેલી અને ત્રીજી મેચમાં ટીમ ઇન્ડિયાની જીતમાં મોટું યોગદાન આ્પ્યું બેટ્સમેન શુભમ ગિલે. ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ તેણે ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ 54 બોલમાં 63 રનની તેમજ ઝિમ્બાબ્વે વિરૂદ્ધ તાબડતોબ 90 રન બનાવીને પોતાની ટીમને શાનદાર જીત અપાવી છે. શુભમે પોતાના છેલ્લી છ મેચોમાં 1 શતક અને 3 અર્ધશતક માર્યા છે. આ દરમિયાન તે એક વખત 0  પર આઉટ થઈ છે અને તેને એકપણ વાર બેટિંગની તક નથી મળી. 


અંડર-19 ટીમમાં પંજાબના શુભમ ગિલ એક ચમકતો સિ્તારો છે. 2017માં ઇંગ્લેન્ડમાં થયેલી અંડર-19 સિરીઝમાં શુભમે વન-ડેમાં સતત બે સદી ફટકારી હતી. શુભમના પર્ફોમન્સના કારણે જ ટીમ ઇન્ડિ્યા ઇંગ્લેન્ડને 5-0ની હરાવી દીધું હતું. શુભમે હાલમાં રણજી ટ્રોફીમાં ફર્સ્ટ ક્લાસમાં ડેબ્યુ કર્યું છે અને પોતાની બીજી મેચમાં જ શાનદાર દેખાવ કર્યો છે. 



શુભમના પિતા મૂળ ખેડૂત છે. શુભમના પિતા પોતે પણ ક્રિકેટર બનવા માગતા હતા પણ તેમને તક નહોતી મળી. હવે તેમનું સપનું તેમનો દીકરો પુરુ કરી રહ્યો છે. શુભમને 2014-15 અને 2015-16માં સર્વશ્રેષ્ઠ બીસીસીઆઇ અંડર 19 ક્રિકેટરનો અવોર્ડ મળી ચૂક્યો છે. હવે વર્લ્ડકપમાં ટીમ ઇન્ડિયાનો નેકસ્ટ મુકાબલો ક્વાર્ટર ફાઇનલમાં થશે.