બેંગકોકઃ સતત બે ટૂર્નામેન્ટોમાં જાપાનની અકાને યામાગુચી સામે હારનો સામનો કરનારી ભારતીય બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુ મંગળવારથી અહીં શરૂ થઈ રહેલા થાઈલેન્ડ ઓપનમાં જ્યારે ઉતરશે તો તેની નજર વર્ષના પ્રથમ ટાઇટલ પર હશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સિંધુએ ઈન્ડોનેશિયા ઓપનની ફાઇનલમાં પહોંચીને લયમાં હોવાના સંકેત આપ્યા હતા પરંતુ જાપાન ઓપનમાં તેની સરફ ક્વાર્ટર ફાઇનલથી આગળ વધી ન શકી. બંન્ને ટૂર્નામેન્ટોમાં તેણે યામાગુચી સામે પરાજયનો સામનો કરવો પડ્યો હતો. ભારતીય ખેલાડી આ ટૂર્નામેન્ટથી સાત મહિનાના ટાઇટલના દુકાળને પૂરો કરવા મેદાને ઉતરશે. 


ચોથી વરીયતા પ્રાપ્ત સિંધુ મહિલા સિંગલ્સમાં પોતાના અભિયાનનો પ્રારંભ ચીનની હાન યૂઈ વિરુદ્ધ કરશે. જાપાન ઓપનના પ્રથમ રાઉન્ડમાં તે આ ખેલાડી વિરુદ્ધ જીત મેળવી ચુકી છે. સિંધુ જો શરૂઆતી પડકારને પાર કરી શકે તો ક્વાર્ટર ફાઇનલમાં તેનો સામનો છઠ્ઠી વરીયતા પ્રાપ્ત સ્થાનિક ખેલાડી રતચાનોક ઇંતાનોન સામે થશે. 


ટૂર્નામેન્ટમાં સાઇના નેહવાલને સાતમી વરીયતા આપવામાં આવી છે પરંતુ છેલ્લા ઘણા સમયથી તે ઈજાને કારણે કોર્ટથી દૂર છે. સ્વાસ્થ્યના કારણોથી તેણે ઈન્ડોનેશિયા અને જાપાન ઓપનમાંથી પોતાનું નામ પરત લઈ લીધું હતું. તે આગામી મહિને વિશ્વ ચેમ્પિયનશિપ પહેલા લયમાં આવવા ઈચ્છશે. અહીં પ્રથમ રાઉન્ડમાં તેનો સામનો ક્વોલિફાયર ખેલાડી સામે થશે. 

સરફરાઝને હટાવી શાન મસૂદને ટેસ્ટ કેપ્ટન બનાવી શકે છે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ 

પુરૂષોના ડ્રોમાં શુભંકર ડેને પ્રથમ રાઉન્ડમાં જાપાનના ટોપ વરીય કેન્ટો મોમોટાના મોટા પડકારનો સામનો કરવો પડશે. જાપાન ઓપનના સેમિફાઇનલમાં હારનો સામનો કરનાર બી સાઈ પ્રણીત પ્રથમ રાઉન્ડમાં સ્થાનિક ખેલાડી કાંતાપોહ વાંગચારોનનો સામનો કરવો પડશે.  


ભારતીય ખેલાડીઓ જો પોત-પોતાના મુકાબલો જીત્યો તો બીજા રાઉન્ડમાં બંન્ને આમને-સામને હશે. પાંચમી વરીયતા પ્રાપ્ત કિદાંબી શ્રીકાંત પ્રથમ રાઉન્ડમાં ક્વોલિફાયર સામે ટકરાશે જ્યારે એચએસ પ્રણયનો સામનો હોંગકોંગના વોંગ વિંગ કી વિસેન્ટની સામે થશે. 


સૌરવ વર્મા અને અજય જયરામને ક્વોલિફાયર મુકાબલો રમવો પડશે. પુરૂષ ડબલ્સમાં સાત્વિકસાઇરાજ રંકીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીની ભારતીય જોડી પ્રથમ રાઉન્ડમાં હમવતન મનુ અત્રી તથા બી સુમીત રેડ્ડીની જોડીનો સામનો કરશે. 


અશ્વિની પોનપ્પા અને એન સિક્કી રેડ્ડીની ભારતીય મહિલા જોડી પ્રથમ રાઉન્ડમાં જાપાનની કોહે ગોંદો અને અયાને કુરિહારાની જોડી સામે ટકરાશે. મિક્સ ડબલ્સમાં અશ્વિની અને સાત્વિકસાઇરાજની જોડીની સામે પાંચમી વરીયતા પ્રાપ્ત ચાન પેંગ સૂન અને ગોહ લિયૂ યિંગની મલેશિયાની જોડી સામે થશે.