સિંગાપુરઃ ભારતીય શટલર પીવી સિંધુનો શનિવારે સિંગાપુર ઓપનના સેમિફાઇનલમાં પરાજય થયો હતો. વર્લ્ડ નંબર-3 જાપાનની નોઝોમી ઓકુહારાએ તેને 21-7, 21-11થી હરાવી હતી. સિંધુના પરાજય સાથે આ ટૂર્નામેન્ટમાં ભારતીય પડકારનો અંત આવી ગયો છે. આ પરિણામની સાથે ઓકુહારાએ સિંધુ વિરુદ્ધ પોતાની જીત-હારનો રેકોર્ડ 7-7થી બરોબર કરી લીધો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ વર્ષે ચોથી વખત છે, જ્યારે સિંધુ કોઈ ટૂર્નામેન્ટના ટાઇટલ મુકાબલામાં જગ્યા બનાવવામાં અસફળ રહી છે. 22 થી 27 જાન્યુઆરી સુધી ચાલેલા ઈન્ડોનેશિયા માસ્ટર્સમાં તે ક્વાર્ટર ફાઇનલમાં સ્પેનને કૈરોલિના મારિન સામે 11-21, 12-21થી હારી ગઈ હતી. 



શિખર ધવન ફોર્મમાં આવવું ખુશીની વાત છેઃ ગાંગુલી


કોરિયાના હ્યૂન સામે છેલ્લા 2 મહિનામાં 2 વખત હારી સિંધુ
6 થી 10 માર્ચ સુધી ચાલેલી ઓલ ઈંગ્લેન્ડ ઓપન બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં તે પ્રથમ રાઉન્ડમાં બહાર થઈ ગઈ હતી. ત્યારે તેને કોરિયાની સુંગ જી હ્યૂને 16-21, 22-20, 18-21થી પરાજય આપ્યો હતો. નવી દિલ્હીમાં 26 થી 31 માર્ચ સુધી ચાલેલા ઈન્ડિયન ઓપનમાં તેની સફર સેમિફાઇનલમાં પૂરી થઈ ગઈ હતી. તેને ચીનની બિંગજિયાઓએ  23-21, 21-18થી હરાવી હતી. આ મહિને મલેશિયા ઓપનમાં પણ તે બીજા રાઉન્ડ સુધી પહોંચવામાં સફળ રહી હતી. તેને પ્રી ક્વાર્ટર ફાઇનલમાં વર્લ્ડ નંબર-10 સુંગ જી હ્યૂને 18-21, 7-21થી પરાજય આપ્યો હતો.