VIDEO: ડોન બ્રેડમેનની 71 વર્ષ જૂની રંગ-બેરંગી ફુટેજ વાયરલ
સર્વકાલિન મહાન બેટ્સમેનોમાં ગણાતા ઓસ્ટ્રેલિયાના સર ડોન બ્રેડમેનની 71 વર્ષ જૂની એક ફુટેજને નેશનલ ફિલ્મ એન્ડ સાઉન્ડ આર્કિવ ઓફ ઓસ્ટ્રેલિયાએ જારી કરી છે.
નવી દિલ્હીઃ સર્વકાલિન મહાન બેટ્સમેનોમાં ગણાતા ઓસ્ટ્રેલિયાના સર ડોન બ્રેડમેનની 71 વર્ષ જૂની એક ફુટેજને નેશનલ ફિલ્મ એન્ડ સાઉન્ડ આર્કિવ ઓફ ઓસ્ટ્રેલિયાએ જારી કરી છે. NFSA દ્વારા પોતાની વેબસાઇટ પર જારી આ ફુટેજમાં બ્રેડમેન સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ (SCG) પર એક કિપ્પેક્સ અને ડબ્લ્યૂએ ઓલ્ડફીલ્ડ વચ્ચે 26 ફેબ્રુઆરી 1949ના પ્રદર્શની મેચમાં રમી રહ્યાં હતા.
એએફએસએએ કહ્યું કે, 16 એમએમની આ ફુટેજને જોર્જ હોબ્સ દ્વારા શૂટ કરવામાં આવી તેમ માનવામાં આવી રહ્યું છે જેણે બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન એસીબી સૂચના વિભાગ માટે કેમેરાપર્સન તરીકે કામ કર્યું હતું અને બાદમાં એબીસી ટીવી પર રહ્યાં હતા. 66 સેકેન્ડના આ વીડિયોમાં અવાજ નથી, પરંતુ એમસીજી પર 41000 દર્શકોને જોઈ શકાય છે.
સર ડોન બ્રેડમેન જેવું કોઈ નહીં
મહત્વનું છે કે સર ડોન બ્રેડમેને પોતાના ક્રિકેટ કરિયરમાં કુલ 52 ટેસ્ટ મેચ રમી હતી, જેમાં તેમણે 6996 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેમણે 29 સદી અને 13 અડધી સદી પટકારી હતી. તેમની એવરેજ 99.94ની હતી જે એક વર્લ્ડ રેકોર્ડ છે. 11 જુલાઈ 1930ના લીડ્સમાં ઈંગ્લેન્ડ વિરુદ્ધ મેચમાં તેમણે એક દિવસમાં 309 રન બનાવી દીધી હતા. ટેસ્ટ ક્રિકેટમાં એક દિવસમાં કોઈ બેટ્સમેન દ્વારા બનાવવામાં આવેલા સૌથી વધુ રન છે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube