નવી દિલ્હીઃ વિશ્વના મહાન બેટ્સમેનોમાં સામેલ ઓસ્ટ્રેલિયાના ડોન બ્રેડમેનનો આજે 111મો જન્મદિવસ છે. તેમનું પૂરુ નામ સર ડોનલ્ડ જોર્જ બ્રેડમેન હતું. ઓસ્ટ્રેલિયાના આ બેટ્સમેનન રેકોર્ડનો પહાડ એટલો ઊંચો હતો કે તેને સર કરવામાં વિશ્વના સર્વશ્રેષ્ઠ બેટ્સમેનોને ઘણા વર્ષો લાગ્યા હતા. પરંતુ તેમના કેટલાક રેકોર્ડ આજે પણ અતૂટ છે. બ્રેડમેને 25 ફેબ્રુઆરી 2001ના 92 વર્ષની ઉંમરે અંતિમ શ્વાસ લીધા હતા. જાણો તેમના સાથે જોડાયેલી કેટલિક ખાસ વાતો... 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ટેસ્ટમાં 99.94ની રેકોર્ડ એવરેજ
ડોન બ્રેડમેને ટેસ્ટ ક્રિકેટમાં 99.94ની એવરેજથી 6996 રન બનાવ્યા હતા. તેમના રેકોર્ડને તોડવો અશક્ય લાગે છે. તેમણે કરિયરમાં 52 ટેસ્ટ મેચ રમી અને 80 ઈનિંગમાં 29 સદી અને 13 અડધી સદી ફટકારી હતી. તેમણે 234 ફર્સ્ટ ક્લાક મેચ રમી અને 28067 રન બનાવ્યા હતા. ફર્સ્ટ ક્લાસમાં તેમની એવરેજ 95.14ની રહી હતી. પોતાના કરિયરની અંતિમ ઇનિંગમાં ડોન બ્રેડમેનને ટેસ્ટ ક્રિકેટમાં 100 રનની એવરેજ માટે માત્ર ચાર રનની જરૂર હતી, પરંતુ તેણે શૂન્ય રન પર આઉટ થઈ ગયા હતા. 


​ABCનો પોસ્ટલ નંબર-9994
ઓસ્ટ્રેલિયાના બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશન (ABC)એ ઓસ્ટ્રેલિયામાં પોતાના તમામ રાજ્યોની રાજધાનીમાં પોતાની ઓફિસનો પોસ્ટલ PO BOX 9994 રાખ્યો છે. આ સર ડોનની ટેસ્ટ એવરેજ 99.94ને સન્માન આપવા માટે આમ કર્યું છે. 


મંડેલાએ બ્રેડમેન વિશે પૂછી હતી આ વાત
બ્રેડમેન વિશે ઘણી કહાનીઓ છે અને તેમના ચાહનારા દેશ જ નહીં, વિશ્વમાં પણ હાજર છે. તેમની લોકપ્રિયતા એટલી હતી જ્યારે દક્ષિણ આફ્રિકાના પૂર્વ રાષ્ટ્રપતિ અને મહાન નેતા નેલ્સન મંડેલાને 27 વર્ષ બાદ જેલમાથી બહાર કાઢવામાં આવ્યા તો તેમના પ્રથમ શબ્દો હતા, 'શું ડોન બ્રેડમેન હજુ જીવતા છે?'

US Open: રોજર ફેડરરે જીતી મેચ, ભારતના સુમિત નાગલે જીત્યા દિલ 


બેવડી સદીનો રેકોર્ડ
ડોન બ્રેડમેને ટેસ્ટ ક્રિકેટમાં 12 બેવડી સદી ફટકારી હતી. તેમના આ રેકોર્ડને હજુ સુધી કોઈ તોડી શક્યું નથી. શ્રીલંકાના પૂર્વ ધુરંધર ક્રિકેટર કુમાર સાંગાકારાએ 11 અને વેસ્ટ ઈન્ડિઝના ધુરંધર પૂર્વ કેપ્ટન બ્રાયન લારાએ 131 ટેસ્ટ મેચોમાં 9 બેવડી સદી ફટકારી હતી. ટેસ્ટ ક્રિકેટમાં એક દિવસમાં સૌથી વધુ 309 રન (વિરુદ્ધ ઈંગ્લેન્ડ લીડ્સ, 1930)નો રેકોર્ડ પણ આજે બ્રેડમેનના નામે નોંધાયેલો છે.