નવી દિલ્હીઃ India vs Sri Lanka T20I Series: ભારત અને શ્રીલંકા વચ્ચે 5 જાન્યુઆરીથી ત્રણ મેચોની ટી20 સિરીઝ શરૂ થવાની છે. આ સિરીઝ માટે શ્રીલંકા ક્રિકેટ બોર્ડે પોતાની ટીમની જાહેરાત કરી દીધી છે, જેની કમાન ફરી એકવાર લસિથ મલિંગાના હાથમાં છે. આ 15 સભ્યોની ટીમમાં એક એવા ખેલાડીની પણ વાપસી થઈ છે, જેણે છેલ્લા દોઢ વર્ષમાં એકપણ ટી20 આંતરરાષ્ટ્રીય મેચ રમી નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શ્રીલંકા ક્રિકેટ બોર્ડે એન્જેલો મેથ્યુઝને આ ટીમમાં જગ્યા આપી છે, જેણે અંતિમ ટી20 આંતરરાષ્ટ્રીય મેચ ઓગસ્ટ, 2018માં રમી હતી. વર્ષ 2020માં બંન્ને ટીમોની આ પ્રથમ આંતરરાષ્ટ્રીય સિરીઝ હશે. એક તરફ ભારતની ટીમ વર્ષ 2019ને જીત સાથે સમાપ્ત કરીને પહોંચી છે, તો શ્રીલંકાએ અંતિમ મેચમાં પરાજયનો સામનો કરવો પડ્યો હતો. તેવામાં યજમાન ભારતનો પક્ષ વધુ મજબૂત છે. પરંતુ આ ટીમમાં રોહિત શર્માને આરામ આપવામાં આવ્યો છે. 


આગામી 10 મહિના બાદ ઓસ્ટ્રેલિયામાં રમાનારા ટી20 વર્લ્ડ કપ 2020ને ધ્યાનમાં રાખીને શ્રીલંકન ક્રિકેટે આ ટીમની જાહેરાત કરી છે અને મેથ્યુઝને તક આપી છે, જે મિડલ ઓર્ડરને મજબૂતી આપશે. મહત્વનું છે કે શ્રીલંકાની ટીમે હાલમાં ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં નંબર-1 ટીમ પાકિસ્તાનને તેના ઘરમાં 3-0થી પરાજય આપ્યો હતો. 


Team India Schedule 2020: જુઓ આ વર્ષનો ભારતીય ટીમનો સંપૂર્ણ કાર્યક્રમ


ભારત અને શ્રીલંકા વચ્ચે 5 જાન્યુઆરીથી 10 સુધી આ 3 મેચોની ટી20 સિરીઝ રમાશે. સિરીઝની પ્રથમ મેચ 5 જાન્યુઆરીએ ગુવાહાટીમાં, બીજી મેચ 7 જાન્યુઆરીએ ઈન્દોરમાં રમાશે. તો અંતિમ મેચ પુણેમાં 10 જાન્યુઆરીએ રમાશે. 


ભારતના પ્રવાસ માટે શ્રીલંકાની T20I ટીમ
લસિથ મલિંગા (કેપ્ટન), કુસલ પરેરા, દનુશકા ગુણાતિલકા, અવિષ્કા ફર્નાન્ડો, ભાનુકા રાજપક્ષે, ઓશાના ફર્નાન્ડો, દસુન શનાકા, એન્જેલો મેથ્યુઝ, નિરોશન ડિકવેલા, કુસલ મેન્ડિસ, વનિંડુ હસરંગા, લક્ષણ સંદાકન, ધનંજય ડિસિલ્વા, લાહિરુ કુમારા અને ઇસારુ ઉડાના. 


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર