દુબઈઃ ભારતીય ઓપનિંગ બેટ્સમેન સ્મૃતિ મંધાના આઈસીસી મહિલા ટી20 ખેલાડીઓની રેન્કિંગમાં ત્રણ સ્થાન ઉપર આવીને પોતાના કરિયરની સર્વશ્રેષ્ઠ ત્રીજી રેન્કિંગ પર પહોંચી ગઈ છે. હરમનપ્રીત કૌરની અનુપસ્થિતિમાં ઈંગ્લેન્ડ વિરુદ્ધ ટી20 સિરીઝમાં ટીમની આગેવાની કરનારી અને વનડેમાં ટોપ રેન્કિંગની બેટ્સમેન મંધાનાએ ત્રણ મેચોમાં 72 રન બનાવ્યા, જેમાં ત્રીજા મેચમાં ફટકારેલી અડધી સદી પણ સામેલ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એડીની ઈજાને કારણે ઈંગ્લેન્ડ સિરીઝમાં ન રમનારી હરમનપ્રીત બે સ્થાન નીચે ખસી ગઈ છે. બોલરોમાં રાધા યાદવ પાંચ સ્થાન ઉપર આવીને પાંચમાં સ્થાને પહોંચી ગઈ છે. તેણે બે મેચોમાં ત્રણ વિકેટ ઝડપી હતી. સ્પિનર એકતા બિષ્ટ પણ બે મેચોમાં ત્રણ વિકેટ ઝડપીને ત્રણ સ્થાનના ફાયદા સાથે 56માં સ્થાને પહોંચી ગઈ છે. 



ODI: આખરે શિખર ધવન આવ્યો ફોર્મમાં, 17 ઈનિંગ બાદ ફટકારી સદી 
 


ઓફ સ્પિનર અનુજા પાટિલ 35માં સ્થાનેથી 31માં સ્થાને આવી ગઈ છે. ઈંગ્લેન્ડની વેટે પણ પોતાના કરિયરની સર્વશ્રેષ્ઠ રેન્કિંગ હાસિલ કરી છે. ઈંગ્લેન્ડની 3-0ની જીતમાં 123 રન બનાવનાર વાઇટને બે સ્થાનનો ફાયદો થયો અને તે 17માં સ્થાને પહોંચી ગઈ છે. ટૈમી બ્યૂમોન્ટ અને કેપ્ટન હીથર નાઇટ પણ બે-બે સ્થાન ઉપર 26માં અને 33માં સ્થાન પર પહોંચી ગઈ છે. 


લોરેન વિનફીલ્ડ (આઠ સ્થળ ઉપર 45માં) અને સોફિયા ડંકલ (16 સ્થાન ઉપર 86માં) પણ આગળ વધવામાં સફળ રહી છે. ઈંગ્લેન્ડની ડાબા હાથની સ્પિનર લિનસે સ્મિથે સિરીઝમાં પાંચ વિકેટ લેવાની મદદથી 185 સ્થાનની લાંબી છલાંગ લગાવી અને તે 95માં સ્થાને પહોંચી ગઈ છે. ઈંગ્લેન્ડ આઈસીસી મહિલા ટી20 રેન્કિંગમાં ન્યૂઝીલેન્ડને પાછળ છોડીને બીજા સ્થાને પહોંચી ગયું છે.