નવી દિલ્હીઃ ભારતીય મહિલા ટીમની ઓપનિંગ બેટ્સમેન સ્મૃતિ મંધાના આફ્રિકા સામેની વનડે સિરીઝથી બહાર થઈ ગઈ છે. સ્મૃતિ મંધાના ઈજાને કારણે બહાર થઈ છે. તેના સ્થાને ટીમમાં પૂજા વસ્ત્રાકરનો સમાવેશ કરવામાં આવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અંગૂઠામાં છે ફ્રેક્ચર
ડાબા હાથની બેટ્સમેન સ્મૃતિ મંધાના (Smriti Mandhana)ના ડાબા હાથમાં ફ્રેક્ચર છે, આ કારણે તે વનડે સિરીઝમાં રમશે નહીં. આ વાતની જાણકારી ભારતીય ક્રિકેટ બોર્ડે આપી છે. સ્મૃતિ મંધાનાની જગ્યાએ ટીમમાં સામેલ થયેલી પૂજા વસ્ત્રાકર (Pooja Vastrakar) ઓલરાઉન્ડર ખેલાડી છે, જેને ટી20 આંતરરાષ્ટ્રીય મેચોનો અનુભવ છે. 


તમને જણાવી દઈએ કે વનડે સિરીઝ માટે પ્રેક્ટિસ દરમિયાન મંધાનાને હાથમાં ઈજા થઈ હતી. મેડિકલ તપાસમાં સામે આવ્યું કે તેના અંગૂઠામાં ફ્રેક્ચર થઈ ગયું છે. આ પહેલા તે આફ્રિકા સામે રમાયેલી ટી20 સિરીઝમાં સારૂ પ્રદર્શન કરવામાં નિષ્ફળ રહી હતી. 


ત્રણ મેચોની વનડે સિરીઝ થઈ ગઈ છે શરૂ
સાઉથ આફ્રિકાની મહિલા ટીમ અને ભારતીય મહિલા ટીમ વચ્ચે ત્રણ મેચોની વનડે સિરીઝ 9 ઓક્ટોબરથી શરૂ થઈ ગઈ છે. તેની પ્રથમ મે વડોદરામાં રમાઇ રહી છે. આ વનડે સિરીઝની બીજી મેચ 11 ઓક્ટોબર અને અંતિમ મેચ 14 ઓક્ટોબરે રમાશે. 

INDvsSA: ટીમ ઈન્ડિયા ઘરમાં 6 વર્ષમાં માત્ર એક ટેસ્ટ હારી, હવે તે મેદાન પર મુકાબલો


સ્મૃતિ મંધાનાના વનડે કરિયરની વાત કરીએ તો તેણે અત્યાર સુધી ભારતીય ટીમ માટે કુલ 50 વનડે રમી છે, જેમાં તેની એવરેજ 42 કરતા વધુ છે. મહિલા વનડે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં મંધાનાના નામે ચાર સદી અને 16 અડધી સદી છે.