નવી દિલ્હીઃ પૂર્વ ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલીએ આઈપીએલમાં અમ્પાયરની સાથે થયેલા વિવાદ પર મહેન્દ્ર સિંહ ધોનીનો બચાવ કર્યો છે. ગાંગુલીએ કહ્યું કે, આપણે બધા માણસ છીએ. ધોનીનું વર્તન વધુ અલગ નહતું. હકીકતમાં ચેન્નઈ સુપરકિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે આઈપીએલનો 25મો મેચ રમાયો હતો. રાજસ્થાન વિરુદ્ધ બેટિંગ દરમિયાન 20મી ઓવરમાં એક તક એવી હતી જ્યારે સ્ટોક્સનો બોલ અમ્પાયર ઉલ્હાસ ગાંધેએ નો બોલ આપ્યા બાદ પોતાનો નિર્ણય બદલી દીધો હતો. તેના પર ધોની આઉટ હોવા છતાં ગુસ્સામાં મેદાન પર ઉતરી આવ્યો અને અમ્પાયરની સાથે દલીલ કરવા લાગ્યો હતો. પરંતુ આ નિર્ણયમાં ફેરફાર ન થયો અને તે ગુસ્સા સાથે મેદાનની બહાર આવ્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિવાદ વિશે જ્યારે ગાંગુલીને પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું, દરેક માણસ છે. જે અલગથી જોવા મળ્યું તે તેની (ધોનીની) પ્રતિસ્પર્ધાત્મકતા છે. આ અસાધારણ છે. તેણે ઈડન ગાર્ડન વિશે વાત કરતા કહ્યું, ઈડનમાં બધુ ખાસ છે. આ ગ્રાઉન્ડ અને અહીંની પિચ દેશમાં સારી છે. 


સિંગાપુર ઓપનના સેમિફાઇનલમાં સિંધુનો પરાજય, ટૂર્નામેન્ટમાં ભારતીય પડકારનો અંત


ધોની પર મેચ ફીનો 50 ટકા દંડ
આઈપીએલના ઈતિહાસમાં લગભગ આ પ્રથમ અવસર છે, જ્યારે ધોની ગુસ્સામાં મેદાન વચ્ચે ચાલ્યો ગયો હોય. બીસીસીઆઈએ અમ્પાયર સાથે દલીલ કરવાને લઈને આઈપીએલની આચારસંહિતાનું ઉલ્લંઘન માનતા ધોની પર મેચ ફીના 50 ટકા દંડ ફટકારવામાં આવ્યો હતો. ધોનીએ પણ પોતાની ભૂલ સ્વીકારતા લેવલ-2 હેઠળ દંડનો સ્વીકાર કર્યો હતો. નિયમો પ્રમાણે આઈપીએલમાં કોઈપણ ખેલાડી પર લાગેલા દંડને તેની ફ્રેન્ચાઇઝી ભરે છે. 



શિખર ધવન ફોર્મમાં આવવું ખુશીની વાત છેઃ ગાંગુલી 


દિલ્હી કેપિટલ્સ ટીમના સલાહકાર છે ગાંગુલી
સૌરવ ગાંગુલી દિલ્હી કેપિટલ્સ ટીમના સલાહકાર છે. શુક્રવારે રાત્રે દિલ્હીએ કોલકત્તાને સાત વિકેટે પરાજય આપ્યો હતો. હાલમાં બંગાળ ક્રિકેટ સંઘના અધ્યક્ષ ગાંગુલીને હિતોના ટકરાવ મામલામાં રાહત મળી છે. તેમને દિલ્હીના ડગઆઉટમાં બેસવાથી રોકવામાં આવશે નહીં. પરંતુ આ મામલામાં તેને બીસીસીઆઈ લોકપાલની સામે રજૂ થવું પડી શકે છે.