નવી દિલ્હીઃ દક્ષિણ આફ્રિકાના પૂર્વ ક્રિકેટર એબી ડિવિલિયર્સ (ab de villiers) પ્રથમવાર ઓસ્ટ્રેલિયામાં ટી-20 બિગ બેશ લીગમાં (big bash league) રમશે. તેણે 2019-2020ની સિઝન માટે બ્રિસ્બેન હીટની સાથએ કરાર કર્યો છે. ફ્રેન્ચાઇઝીએ મંગળવારે આ જાહેરાત કરી હતી. 35 વર્ષીય ડિવિલિયર્સ ડિસેમ્બરથી ફેબ્રુઆરી સુધી રમાનારી આ ટૂર્નામેન્ટના બીજા તબક્કામાં ટીમ સાથે જોડાશે. બ્રિસ્બેન હીટના કોચ ડેરેન લેહમને તેને ટીમમાં સામેલ કરવા પર ખુશી વ્યક્ત કરી છે. તેમણે કહ્યું, 'ડિવિલિયર્સની સાથે પ્રથમવાર કામ કરવાને લઈને ઉત્સાહિત છું.'


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લેહમને કહ્યું, 'વિશ્વ સ્તરના ખેલાડી દરરોજ સાથે આવતા નથી. બિગ બેશમાં ડિવિલિયર્સ જેવો ખેલાડી હોય તે શાનદાર છે. આવુ માત્ર અમારી ટીમ માટે નહીં પરંતુ પૂરી ટૂર્નામેન્ટ માટે છે. તે 360 ડિગ્રી પ્લેયર છે. તેની સાથે શાનદાર ક્ષમતા, સારો સ્વભાર અને ટીમ લીડરના ગુણ છે.'


કોલકત્તામાં 19 ડિસેમ્બર યોજાશે આઈપીએલ 2020ની હરાજી 


આઈપીએલની પાછલી સિઝનમાં ડિવિલિયર્સે બનાવ્યા હતા 442 રન
ડિવિલિયર્સે આફ્રિકા માટે 114 ટેસ્ટ, 228 વનડે અને 78 ટી20 મેચ રમી છે. તેણે પાછલા વર્ષે આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહ્યું હતું. ડિવિલિયર્સે આઈપીએલની પાછલી સિઝનમાં 44.20ની એવરેજથી 442 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેની સ્ટ્રાઇક રેટ 154ની રહી હતી.