સાઉથ આફ્રિકાએ T20 World Cup માટે ટીમ કરી જાહેર, આ સ્ટાર ખેલાડી બહાર
ICC T20 World Cup 2022: સાઉથ આફ્રિકાએ ઓક્ટોબર-નવેમ્બરમાં યોજાનાર ટી20 વિશ્વકપ અને ભારત વિરુદ્ધ ત્રણ મેચોની ટી20 સિરીઝ માટે ટીમ જાહેર કરી દીધી છે. ટેમ્બા બાવુમાને ટીમની કમાન સોંપવામાં આવી છે.
નવી દિલ્હીઃ ક્રિકેટ સાઉથ આફ્રિકાએ (CSA) એ ઓક્ટોબર-નવેમ્બરમાં ઓસ્ટ્રેલિયામાં યોજાનાર ટી20 વિશ્વકપ (T20 World Cup 2022) માટે પોતાની ટીમની જાહેરાત કરી દીધી છે. 15 સભ્યોની ટીમમાં ટોપ બેટર રાસી વેન ડેર ડુસેનને (Rassie van der Dussen) બહાર રાખવામાં આવ્યો છે. ટીમની કમાન ટેમ્બા બવુમાને સોંપવામાં આવી છે. આ 15 સભ્યોની ટીમ આ મહિનાના અંતમાં ત્રણ મેચોની ટી20 સિરીઝ રમવા ભારતનો પ્રવાસ કરશે.
ડુસેનને ઈંગ્લેન્ડ વિરુદ્ધ ટેસ્ટ દરમિયાન આંગળીમાં ઈજા થઈ હતી અને તેની સર્જરી થઈ શકે છે. તેને ઈજામાંથી સાજા થવામાં ઓછામાં ઓછા 6 સપ્તાહનો સમય લાગશે. દક્ષિણ આફ્રિકા માટે સારા સમાચાર છે કે કેપ્ટન ટેમ્બા બવુમા જૂનમાં ભારત વિરુદ્ધ ટી20 સિરીઝ દરમિયાન કોણીની ઈજામાંથી સાજો થઈ ગયો છે અને સતત બીજા વિશ્વકપ માટે આફ્રિકાની ટીમની કમાન સંભાળશે. તો રિલે રોસોવની પણ ટી20 ટીમમાં વાપસી થઈ છે.
સાઉથ આફ્રિકાએ ટી20 વિશ્વકપ 2022ની સાથે આ મહિનાના અંતમાં ભારતના પ્રવાસ પર રમાનાર ત્રણ મેચોની ટી20 સિરીઝ માટે પણ ટીમની જાહેરાત કરી દીધી છે અને ટી20 વિશ્વકપ માટે પસંદ કરાયેલી 15 સભ્યોની ટીમ ભારતનો પ્રવાસ કરશે.
સુરેશ રૈનાની ક્રિકેટ કરિયરનો અંત....ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ જાહેર કરી
રિઝર્વ ખેલાડીઃ બ્યોર્ન ફોર્ટુઇન, માર્કો જેન્સન અને એન્ડિલે ફેહલુકવાયો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube