નવી દિલ્હીઃ કગિસો રબાડા, એનરિક નોર્ત્જે, ડેવિડ મિલર અને સનરાઇઝર્સ હૈદરાબાદનો કેપ્ટન એડન માર્કરમ સહિત ઘણા સાઉથ આફ્રિકાના સ્ટાર ખેલાડી આઈપીએલ 2023 શરૂ થયાના કેટલાક દિવસ બાદ ભારત આવશે. એક રિપોર્ટ પ્રમાણે દક્ષિણ આફ્રિકાના મોટા ભાગના ખેલાડી આઈપીએલ સીઝનમાં પોત-પોતાની ટીમો સાથે 3 એપ્રિલ સુધી જોડાઈ શકશે. તેની પાછળનું કારણ નેધરલેન્ડ સામે ઘરેલૂ વનડે સિરીઝ છે, આ સિરીઝ જીતવી આફ્રિકા માટે વનડે વિશ્વકપ 2023માં ડાયરેક્ટ ક્વોલીફાઈ કરવા માટે જરૂરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઈએસપીએનક્રિકઇન્ફો અનુસાર ક્રિકેટ દક્ષિણ આફ્રિકાએ ભારતીય ક્રિકેટ બોર્ડને માહિતી આપી છે કે, તેના મોટા ખેલાડી નેધરલેન્ડ વિરુદ્ધ બે મેચની વનડે સિરીઝમાં ઉપલબ્ધ હોય, જે માર્ચના અંતમાં શરૂ થઈ રહી છે. ભારતમાં આ વર્ષના અંતમાં વનડે વિશ્વકપમાં ક્વોલીફાઈ કરવા પ્રમાણે દક્ષિણ આફ્રિકાને માર્ચમાં રમાનાર આ સિરીઝમાં નેધરલેન્ડને કોઈપણ ભોગે હરાવવું પડશે. આ કારણે દક્ષિણ આફ્રિકાએ આ નિર્ણય લીધો છે. 


IND vs AUS: ઉસ્માન ખ્વાજાની સદી, પ્રથમ દિવસના અંતે ઓસ્ટ્રેલિયાનો સ્કોર 255/4


નેધરલેન્ડે આ સપ્તાહે દક્ષિણ આફ્રિકામાં અને ઝિમ્બાબ્વેમાં વનડે સિરીઝ માટે એક ટીમની જાહેરાત કરી. દક્ષિણ આફ્રિકાની ટીમ 31 માર્ચ અને 2 એપ્રિલે બિનોની અને જોહનિસબર્ગમાં નેધરલેન્ડ વિરુદ્ધ રમશે. 


આઈપીએલ ફ્રેન્ચાઇઝી સનરાઇઝર્સ હૈદરાબાદ (માર્કરમ, હેનરિક ક્લાસેન, માર્કો જાનસન), દિલ્હી કેપિટલ્સ (નોર્ત્જે, લુંગી એનગિડી), મુંબઈ ઈન્ડિયન્સ (ટ્રિસ્ટન સ્ટબ્સ, સંભવતઃ ડિવોલ્ડ બ્રેવિસ), વર્તમાન ચેમ્પિયન ગુજરાત ટાઈટન્સ (ડેવિડ મિલર), લખનઉ સુપર જાયન્ટ્સ (ડિકોક), પંજાબ કિંગ્સ (રબાડા) ની પાસે દક્ષિણ આફ્રિકાના ખેલાડી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube