IND vs AUS: ઉસ્માન ખ્વાજાની સદી, પ્રથમ દિવસના અંતે ઓસ્ટ્રેલિયાનો સ્કોર 255/4

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજથી શરૂ થયેલી ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયાએ શાનદાર શરૂઆત કરી છે. દિવસના અંતે ઓસ્ટ્રેલિયાએ 255 રન બનાવ્યા છે અને માત્ર 4 વિકેટ ગુમાવી છે. ઓસ્ટ્રેલિયા તરફથી ઓપનર ઉસ્માન ખ્વાજાએ સદી ફટકારી છે. 
 

IND vs AUS: ઉસ્માન ખ્વાજાની સદી, પ્રથમ દિવસના અંતે ઓસ્ટ્રેલિયાનો સ્કોર 255/4

અમદાવાદઃ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહેલી બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની ચોથી ટેસ્ટ મેચના પ્રથમ દિવસે ઓસ્ટ્રેલિયાએ મજબૂત શરૂઆત કરી છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી મહેમાન ટીમે દિવસના અંતે 4 વિકેટે 255 રન બનાવી લીધી છે. ઓસ્ટ્રેલિયા તરફથી ઓપનર ઉસ્માન ખ્વાજાએ શાનદાર સદી ફટકારતા 104 રન બનાવ્યા હતા. દિવસના અંતે ખ્વાજા 104 અને કેમરૂન ગ્રીન 49 રન બનાવી ક્રિઝ પર હતા. 

ઉસ્માન ખ્વાજાની શાનદાર સદી
ઓસ્ટ્રેલિયાના ઓપનિંગ બેટર ઉસ્માન ખ્વાજાએ ભારત સામેની સિરીઝમાં પોતાનું શાનદાર ફોર્મ જાળવી રાખ્યું હતું. ખ્વાજાએ દિલ્હી અને ઈન્દોર ટેસ્ટમાં અડધી સદી ફટકારી હતી. પરંતુ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ખ્વાજાએ એક છેડો સાચવી રાખ્યો હતો. તેણે દિવસના અંતે પોતાની સદી પૂરી કરી હતી. ખ્વાજા 251 બોલમાં 15 ચોગ્ગા સાથે 104 રન બનાવી ક્રિઝ પર છે. તેણે કેમરૂન ગ્રીન સાથે પાંચમી વિકેટ માટે 85 રનની ભાગીદારી પણ કરી છે. 

ઓપનરોએ ઓસ્ટ્રેલિયાને અપાવી સારી શરૂઆત
ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી કાંગારૂ ટીમને ટ્રેવિસ હેડ અને ઉસ્માન ખ્વાજાએ સારી શરૂઆત કરી હતી. બંનેએ પ્રથમ વિકેટ માટે 61 રનની ભાગીદારી કરી હતી. ટ્રેવિસ હેડ 32 રન બનાવી આઉટ થયો હતો. ત્યારબાદ માર્નસ લાબુશેન માત્ર 3 રન બનાવી શમીનો શિકાર બન્યો હતો. કેપ્ટન સ્ટીવ સ્મિથ અને ખ્વાજાએ ત્રીજી વિકેટ માટે 79 રનની ભાગીદારી કરી હતી. સ્ટીવ સ્મિથ 135 બોલમાં 38 રન બનાવી જાડેજાની ઓવરમાં બોલ્ડ થયો હતો. 

પિટર હેંડ્સકોમ્બ માત્ર 17 રન બનાવી શમીનો શિકાર બન્યો હતો. ત્યારબાદ કેમરૂન ગ્રીને ખ્વાજાનો સાથ આપ્યો હતો. ગ્રીને આક્રમક બેટિંગ કરી હતી. કેમરૂન ગ્રીન 64 બોલમાં 8 ચોગ્ગા સાથે 49 રન બનાવી અણનમ રહ્યો હતો. ભારત તરફથી મોહમ્મદ શમીએ 2, અશ્વિન અને જાડેજાએ 1-1 વિકેટ લીધી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news