PAKvsSA: દક્ષિણ આફ્રિકા 262 રનમાં ઢેર, પાકે પણ બે વિકેટ ગુમાવી
પાકિસ્તાને સાઉથ આફ્રિકાના નિચલા ક્રમને સસ્તામાં સમેટી લીધો પરંતુ જવાબમાં તેણે પણ પાકિસ્તાનને શરૂઆતી ઝટકા આપ્યા હતા.
જોહનિસબર્ગઃ સાઉથ આફ્રિકાએ અંતિમ સાત વિકેટ 33 રનની અંદર ગુમાવવાને કારણે ઓછા સ્કોરમાં આઉટ થયા બાદ પાકિસ્તાનની બે વિકેટ પાડીને ત્રીજા અને અંતિમ ટેસ્ટ ક્રિકેટ મેચના પ્રથમ દિવસે શુક્રવારે અહીં વાપસી કરી હતી.
સાઉથ આફ્રિકાનો સ્કોર એક સમયે ત્રણ વિકેટ પર 229 રન હતા, પરંતુ તેની ટીમ 262 રન પર ઓલઆઉટ થઈ ગઈ હતી. પાકિસ્તાનની ટીમને નવ ઓવર રમવા મળી જેમાં તેણે બે વિકેટ પર 17 રન બનાવ્યા છે. તે સાઉથ આફ્રિકા કરતા હજુ 245 રન પાછળ છે.
વર્નોન ફિલાન્ડરે ચાર ઓવરમાં એક રન આપીને બે વિકેટ ઝડપી હતી. તેણે શાન મસૂદ (બે) અને અઝહર અલી (0)ને પેવેલિયન પરત મોકલી દીધા હતા. સ્ટંમ્સ રમયે ઇમામ ઉલ હક 10 રન પર રમી રહ્યો હતો, જ્યારે મોહમ્મદ અબ્બાસે ખાતુ ખોલવાનું બાકી છે.
IndvsAus: છેલ્લા 82 વર્ષોમાં બીજીવાર શિસ્તને કારણે ખેલાડીઓને સ્વદેશ મોકલવામાં આવશે
આ પહેલા એડેન માર્કરામના 90 રન તથા ટેનિસ ડિબ્રૂએન (49), હાશિમ અમલા (41) અને પોતાનો પ્રથમ ટેસ્ટ મેચ રમી રહેલા જુબૈર હમજા (41)ની ઈનિંગથી દક્ષિણ આફ્રિકા મજબૂત સ્કોરની તરફ વધી રહ્યાં હતા.
ચા સમયે તેનો સ્કોર ત્રણ વિકેટ પર 226 રન હતો પરંતુ તેણે 19.4 ઓવરની અંદર બાકીની સાત વિકેટ ગુમાવી દીધી હતી. પાકિસ્તાન તરપથી મોહમ્મદ આમિરે 36 રન આપીને બે, મોહમ્મદ અબ્બાસે 44 રન આપીને બે, હસન અલીએ 75 રન આપીને બે તથા ફહીમ અશરફે 57 રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી.