SA vs IND: સાઉથ આફ્રિકાએ શાનદાર વાપસી કરતા ચાર મેચની ટી20 સિરીઝની બીજી મેચમાં ભારતને ત્રણ વિકેટે પરાજય આપ્યો છે. આ સાથે ચાર મેચની સિરીઝ 1-1થી બરોબર થઈ ગઈ છે. સાઉથ આફ્રિકાને કેપ્ટન એડન માર્કરમે ટોસ જીતી ભારતને પ્રથમ બેટિંગ કરવા આમંત્રણ આપ્યું હતું. પ્રથમ બેટિંગ કરતા ભારતે 20 ઓવરમાં 6 વિકેટે 124 રન બનાવ્યા હતા. જેના જવાબમાં આફ્રિકાએ 19 ઓવરમાં લક્ષ્ય હાસિલ કરી લીધો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ટ્રિસ્ટન સ્ટબ્સ અને જેરાલ્ડ કોએત્ઝીએ અપાવી જીત
ભારતે આપેલા 125 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી આફ્રિકાની શરૂઆત ખરાબ રહી હતી. ટીમે એક સમયે 66 રનમાં છ અને 86 રને સાત વિકેટ ગુમાવી દીધી હતી. પરંતુ ત્યારબાદ ટ્રિસ્ટન સ્ટબ્સ (41 બોલમાં અણનમ 47 રન) અને જેરાલ્ડ કોએત્ઝી (9 બોલમાં 19* રન) એ આઠમી વિકેટ માટે 42 રનની ભાગીદારી કરી ભારતના હાથમાંથી મેચ છીનવી લીધી હતી. 


વરૂણ ચક્રવર્તીની પાંચ વિકે
ભારત માટે વરૂણ ચક્રવર્તીનો કમાલનો સ્પેલ રહ્યો હતો. વરૂણ ચક્રવર્તીએ 4 ઓવરમાં 17 રન આપી પાંચ વિકેટ લીધી હતી. વરૂણ ચક્રવર્તીએ રિઝા હેન્ડ્રિક્સ, એડન માર્કરમ, માર્કો યાનસેન, હેનરિક ક્લાસેન અને ડેવિડ મિલરને પેવેલિયન પરત મોકલી આપ્યા હતા. આ સિવાય અર્શદીપ સિંહ અને રવિ બિશ્નોઈને એક-એક વિકેટ મળી હતી. 


ભારતીય બેટરોનું ખરાબ પ્રદર્શન
ટોસ હારી પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયાની શરૂઆત ખરાબ રહી. ભારતીય ટીમના બંને ઓપનર જલ્દી આઉટ થઈ ગયા હતા. અભિષેક શર્મા 5 બોલમાં 4 રન બનાવી આઉટ થયો હતો. જ્યારે સંજૂ સેમસન શૂન્ય રન પર આઉટ થયો હતો. ત્યારબાદ ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવ પણ માત્ર 9 બોલમાં 4 રન બનાવી આઉટ થયો હતો. તિલક વર્માએ 20 બોલમાં 20 રન બનાવ્યા હતા. જ્યારે અક્ષર પટેલે 21 બોલમાં 27 રનનું યોગદાન આપ્યું હતું. 


હાર્દિક પંડ્યાની મહત્વની ઈનિંગ
ભારત માટે ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ સૌથી વધુ રન બનાવ્યા હતા. હાર્દિક પંડ્યા 45 બોલમાં 4 ચોગ્ગા અને એક સિક્સ સાથે 39 રન બનાવી અણનમ રહ્યો હતો. ભારતે નિયમિત અંતરે વિકેટ ગુમાવી હતી. રિંકૂ સિંહ પણ ફ્લોપ રહ્યો હતો. પરંતુ હાર્દિક પંડ્યાએ અંતિમ ઓવર સુધી બેટિંગ કરી ટીમનો સ્કોર 124 રન સુધી પહોંચાડ્યો હતો. 


સાઉથ આફ્રિકાના બોલરોનું પ્રદર્શન
સાઉથ આફ્રિકાની વાત કરીએ તો માર્કો યાનસેન, ગેરાલ્ડ કોએત્ઝી, એન્ડી સિલેમન, એડન માર્કરમ અને એન. પીટરે 1-1 વિકેટ પોતાના નામે કરી હતી. માર્કો યાનસેને 4 ઓવરમાં 25 રન આપી એક વિકેટ લીધી હતી.