ઐયરની જગ્યાએ આ ખેલાડીને મળ્યો મોકો, પુત્રના ડેબ્યૂ પર રડી પડ્યાં કોચિંગ આપનાર પિતા
Sarfaraz Khan Test Debut: સરફરાઝ ખાનને જ્યારે ડેબ્યૂ કેપ મળી, પિતાની આંખોમાં આંસુ હતા, જુઓ આ લાગણીશીલ ક્ષણ, સોશિયલ મીડિયા પર સતત વાયરલ થઈ રહ્યો છે આ વીડિયો. જેમાં તેના કોચ પિતા મેદાન પર જ હાજર હતા.
Sarfaraz Khan Test Debut: યુવા બેટ્સમેન સરફરાઝ ખાનને આખરે ભારત માટે ડેબ્યૂ કરવાની તક મળી છે. સરફરાઝ ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીની ત્રીજી મેચમાં પ્લેઈંગ ઈલેવનનો ભાગ છે. તેને શ્રેયસ ઐયરની જગ્યાએ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. અય્યરના સ્થાને કેએલ રાહુલ ટીમમાં પરત ફર્યો હતો. પરંતુ સંપૂર્ણ રીતે ફિટ ન હોવાના કારણે તે ત્રીજી ટેસ્ટમાંથી બહાર થઈ ગયો હતો. 25 વર્ષીય સરફરાઝે ઘરેલુ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 70થી વધુની એવરેજથી રન બનાવ્યા છે.
મુંબઈના યુવા બેટ્સમેન સરફરાઝ ખાનને ટીમ ઈન્ડિયાની ડેબ્યૂ કેપ મળી ગઈ છે. સરફરાઝ ઈંગ્લેન્ડ સામેની રાજકોટ ટેસ્ટમાં ભારતીય પ્લેઈંગ ઈલેવનનો ભાગ છે.
સરફરાઝ ખાન જ્યારે પુત્રએ ભારત વિરુદ્ધ ઈંગ્લેન્ડની ટેસ્ટ ડેબ્યૂ કેપ મેળવી ત્યારે પિતા ભાવુક થયા. તેનો વીડિયો હાલ વાયરલ થઈ રહ્યો છે.
મહાન સ્પિનર અનિલ કુંબલેએ આપી હતી ડેબ્યૂ કેપઃ
સરફરાઝ ખાનને ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન અને મહાન સ્પિનર અનિલ કુંબલે દ્વારા ટેસ્ટ ડેબ્યૂ કેપ આપવામાં આવી હતી. સરફરાઝ ભારત માટે ટેસ્ટ રમનાર 311મો ખેલાડી બની ગયો છે. તે મુંબઈ માટે ડોમેસ્ટિક ક્રિકેટ રમે છે.
પિતા મેદાનમાં હાજર હતા-
સરફરાઝ ખાને જ્યારે ડેબ્યૂ કેપ લીધી ત્યારે તેના પિતા નૌશાદ મેદાન પર હાજર હતા. તેણે પુત્રને ગળે લગાવ્યો. નૌશાદ ખાન સરફરાઝના કોચ છે. સરફરાઝે તેની કોચિંગ હેઠળ ક્રિકેટ શીખી હતી.
પિતાની આંખોમાં આંસુ-
સરફરાઝ ખાન જ્યારે ડેબ્યૂ કેપ મેળવી રહ્યો હતો ત્યારે તેના પિતાની આંખોમાં આંસુ હતા. ભારતીય ટીમના સપોર્ટ સ્ટાફના એક સભ્યએ પણ તેના પિતાને ગળે લગાવ્યા.
પિતાએ ટોપીને ચુંબન કર્યું-
સરફરાઝ ખાને સ્થાનિક ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં લગભગ 71ની એવરેજથી રન બનાવ્યા છે. તેને ટીમમાં સામેલ કરવાની માંગ ઘણા સમયથી ચાલી રહી હતી. જ્યારે પુત્રએ તેની ડેબ્યુ કેપ મેળવી ત્યારે પિતાએ તેને ભાવુક રીતે ચુંબન કર્યું.
ધ્રુવ જુરેલ પણ ડેબ્યુ કરે છે-
સરફરાઝ ખાનની સાથે ધ્રુવ જુરેલે પણ ભારત માટે ડેબ્યુ કર્યું છે. યુપી માટે ડોમેસ્ટિક ક્રિકેટ રમનાર જુરેલ વિકેટકીપર બેટ્સમેન છે. તે કેએસ ભરતના સ્થાને ટીમમાં આવ્યો છે.