IPL 2023 News: ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ફ્રેન્ચાઈઝી દર વખતે મેચ વિનિંગ પ્રદર્શનની આશામાં વિદેશી ખેલાડીઓ પર મોટી રકમ ખર્ચે છે પણ ખેલાડીઓ પ્રદર્શનમાં નિષ્ફળ જાય છે. આઈપીએલના ઈતિહાસ પર નજર કરીએ તો મોટા ભાગના પ્રસંગોએ મોંઘા ખેલાડીઓ અપેક્ષા મુજબ પ્રદર્શન કરવામાં નિષ્ફળ જાય છે. અહીં એવા 4 ક્રિકેટરો છે જે IPL 2023માં મહાફિસ્સડી સાબિત થયા છે. બહુ ઉંચી બોલીઓ બોલીને ખરીદેલાં સફેદ હાથી સમાન ખેલાડીઓ આ વખતે માથે પડ્યાં છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1. હેરી બ્રુક - રૂ. 13.25 કરોડ (સનરાઇઝર્સ હૈદરાબાદ)-
ઈંગ્લેન્ડના હેરી બ્રુકને ખરીદતા સમયે સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) મેનેજમેન્ટને બ્રુક પાસેથી ઘણી આશાઓ હતી. તેણે કોલકાતા નાઈટ રાઈડર્સ સામેની મેચ દરમિયાન 55 બોલમાં આઈપીએલ 2023ની તેની પ્રથમ સદી પણ ફટકારી હતી, જેમાં 12 ચોગ્ગા અને ત્રણ છગ્ગાનો સમાવેશ થાય છે. પરંતુ તે પ્રદર્શન બાદ તે ખરાબ રીતે નિષ્ફળ ગયો હતો. ટીમ મેનેજમેન્ટે તેને બેટિંગ ક્રમમાં અલગ-અલગ જગ્યાએ મેદાનમાં ઉતાર્યો હતો, પરંતુ તેમ છતાં કોઈ સફળતા મળી ન હતી, જેના કારણે તેને પ્લેઈંગ 11માંથી બહાર કરવો પડ્યો હતો. હેરી બ્રુકે સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) માટે 11 મેચોમાં 21.11ની સરેરાશ અને 123.37ની સ્ટ્રાઇક રેટથી માત્ર 190 રન બનાવ્યા હતા. તે જોવાનું રસપ્રદ રહેશે કે SRH તેને આવતા વર્ષે જાળવી રાખે છે કે નહીં.


આ પણ ખાસ વાંચોઃ  Video Viral: કોહલીની વિકેટની ઉજવણી આ બોલરને પડી ભારે, અમ્પાયરે અચાનક મારી થપ્પડ આ પણ ખાસ વાંચોઃ  Video Viral: નાક પાસે આંગળી રાખીને કોહલી અને ગંભીરે શું ઈશારો કર્યો કે ઉભી થઈ બબાલ? આ પણ ખાસ વાંચોઃ  ટીમ ઈન્ડિયાના આ ખેલાડીએ અચાનક લીધો મોટો નિર્ણય, હવે તે બીજા દેશમાં રમતો દેખાશે! ​આ પણ ખાસ વાંચોઃ  ચાલુ મેચમાં કોહલી જોડે બાખડ્યો પંડ્યાં! માથે ચઢ્યો છે કેપ્ટનશીપનો ઘમંડ, Video Viral


2. મયંક અગ્રવાલ - રૂ 8.25 કરોડ (સનરાઇઝર્સ હૈદરાબાદ)-
ગત સિઝન બાદ પંજાબ કિંગ્સની કેપ્ટનશીપ ગુમાવનાર મયંક પાસે IPLમાં ફરી એકવાર પોતાને સાબિત કરવાની શાનદાર તક હતી, પરંતુ તેણે બેટ સાથે તેના નિરાશાજનક પ્રદર્શનથી SRH મેનેજમેન્ટ સહિત તમામને નિરાશ કર્યા હતા. હેરી બ્રુકની જેમ મયંકને પણ અલગ-અલગ બેટિંગ ઓર્ડર પર અજમાવવામાં આવ્યો, પરંતુ તેનું બેટ ચાલ્યું નહીં. અગ્રવાલે 10 મેચમાં 27.00ની એવરેજ અને 128.57ના સ્ટ્રાઈક રેટથી 270 રન બનાવ્યા છે. જમણા હાથના આ બેટ્સમેનને આવતા વર્ષે નવી ફ્રેન્ચાઈઝી શોધવી પડી શકે છે.


3. સેમ કુરન - રૂ. 18.50 કરોડ (પંજાબ કિંગ્સ)-
સેમ કુરન, જેને પંજાબ કિંગ્સ (PBKS) દ્વારા સાઇન કરવામાં આવ્યો હતો, તે 2023ની હરાજી દરમિયાન IPLમાં સૌથી મોંઘો ખેલાડી હતો. ટી20 વર્લ્ડ કપ 2022માં તે પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ હતો. તેને ફાઇનલમાં પ્લેયર ઓફ ધ મેચ પણ મળ્યો, જ્યાં ઇંગ્લેન્ડે ઓસ્ટ્રેલિયાને હરાવ્યું હતું. આ સિદ્ધિઓ બાદ તે IPL 2023ની હરાજીમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. આથી પંજાબને કુરેન પાસેથી ઘણી આશાઓ હતી. ઈંગ્લેન્ડના આ ઓલરાઉન્ડરે સિઝનના પહેલા હાફમાં પણ સારું પ્રદર્શન કર્યું હતું. તેણે નિયમિત કેપ્ટન શિખર ધવનની ગેરહાજરીમાં પણ ટીમનું નેતૃત્વ કર્યું અને મહત્વપૂર્ણ જીત નોંધાવી. જોકે, બીજા હાફમાં ખાસ કરીને બોલિંગ સાથે તેનું પ્રદર્શન ધીમુ પડ્યું હતું. IPL 2023ની 14 મેચોમાં, કુરેને 27.60ની એવરેજ અને 135.96ના સ્ટ્રાઈક રેટથી 276 રન બનાવ્યા હતા. બોલિંગમાં તે માત્ર 10 વિકેટ જ લઈ શક્યો હતો.


આ પણ ખાસ વાંચોઃ  ફ્રીજમાં મુકેલી ડુંગળી ખાતા ચેતી જજો! એવી બીમારી લાગશે કે ડોક્ટર પણ નહીં પકડે હાથ આ પણ ખાસ વાંચોઃ  ગરમીમાં ભારે પડી શકે છે કોફીનો શોખ! તમને પણ આદત હોય તો જાણી લો શું કહે છે નિષ્ણાતો આ પણ ખાસ વાંચોઃ  તમે એક દિવસમાં કેટલી રોટલી ખાઓ છો? આનાથી વધુ રોટલી ખાધી તો શરીરની વાગી જશે બેન્ડ! આ પણ ખાસ વાંચોઃ  CURD: રોજ દહીં ખાતા લોકોને પણ નહીં ખબર હોય દહીં વિશેની આ વાત, શું તમને ખબર છે?


4. બેન સ્ટોક્સ - રૂ. 16.25 કરોડ (ચેન્નઈ સુપર કિંગ્સ)-
અન્ય એક મોટું નામ જે અપેક્ષાઓ પર ખરું ઉતરી શક્યું નથી તે છે ઈંગ્લેન્ડના ટેસ્ટ કેપ્ટન બેન સ્ટોક્સ. કોઈ એવી દલીલ કરી શકે છે કે તે ઈજાગ્રસ્ત થતા પહેલા ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) માટે માત્ર બે મેચ રમ્યો હતો, પરંતુ તે બે મેચોમાં પણ તેણે માત્ર 15 રન બનાવ્યા હતા અને માત્ર એક બોલ ફેંક્યો હતો. જોકે તે ટુર્નામેન્ટના પાછળના ભાગમાં ફિટ થઈ ગયો હતો, સ્ટોક્સને CSK પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મળ્યું ન હતું. તે શનિવારે ટીમની છેલ્લી લીગ મેચ પછી આયર્લેન્ડ સામે ઇંગ્લેન્ડની ટેસ્ટ ટીમમાં જોડાશે અને પ્લેઓફ માટે ઉપલબ્ધ રહેશે નહીં.


આ પણ ખાસ વાંચોઃ  ઢગલાબંધ પોષક તત્વોથી ભરપુર છે આ ફ્રૂટ! જાણો પુરુષો માટે કેમ વરદાનરૂપ છે આ ફળ આ પણ ખાસ વાંચોઃ  શું તમે પણ કેરી ખાધા પછી એની ગોટલી ફેંકી દો છો? તો હવે ભૂલથી પણ ન કરતા આવી ભૂલ આ પણ ખાસ વાંચો:  તમારા ઘરમાં પડેલાં ચોખા હવે તમને દર મહિને કરાવશે 50 હજારની કમાણી, જાણો કેવી રીતે