ગરમીમાં ભારે પડી શકે છે કોફીનો શોખ! તમને પણ આદત હોય તો જાણી લો શું કહે છે નિષ્ણાતો

Coffee Lovers: હેલ્થ એક્સપર્ટની માહિતી મુજબ કોફીમાં કેફીન હોય છે, જેના કારણે વારંવાર ટોયલેટ જવું પડે છે અને વારંવાર ટોયલેટ જવાથી શરીરમાં પાણીની ઉણપ થાય છે. આ શરીરને ડીહાઇડ્રેટ કરે છે.

ગરમીમાં ભારે પડી શકે છે કોફીનો શોખ! તમને પણ આદત હોય તો જાણી લો શું કહે છે નિષ્ણાતો

Coffee Lovers: ઘણાં લોકોને કોફી વિનાની આદત હોય છે. શું તમે પણ કોફીના શોખીન છો તો આ આર્ટિકલમાં તમારા કામની વાત લખેલી છે. ઉનાળામાં કોફી પીવી પડી શકે છે ભારે, પીતા પહેલા જાણો પરિણામ! આજની જીવનશૈલીમાં ઘણા લોકો કોફીનું સેવન કરે છે. આ સાથે, ઘણા લોકો એવા હોય છે કે તેઓને કોફી એટલી પસંદ હોય છે કે તેમને ગમે ત્યારે કોફી આપવામાં આવે તો તેઓ ના પાડતા નથી.

કોફી પીવી ફાયદાકારક છે કે હાનિકારક?
આજે કોફી આપણા આહારનો મહત્વનો ભાગ બની ગઈ છે. આ અંગે કેટલાક લોકો કહે છે કે કોફી પીવી સ્વાસ્થ્ય માટે સારી છે તો કેટલાક કહે છે કે તે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. આ સાથે જ હવે કોફી પીનારા લોકોના મનમાં એક સવાલ ઉઠી રહ્યો છે કે ઉનાળાની ઋતુમાં કોફી પીવી ફાયદાકારક છે કે નુકસાન?

ડિહાઇડ્રેટ:
હેલ્થ એક્સપર્ટની માહિતી મુજબ કોફીમાં કેફીન હોય છે, જેના કારણે વારંવાર ટોયલેટ જવું પડે છે અને વારંવાર ટોયલેટ જવાથી શરીરમાં પાણીની ઉણપ થાય છે. આ શરીરને ડીહાઇડ્રેટ કરે છે.

કોફીના ફાયદાઃ
નિષ્ણાતો કહે છે કે જો તમે યોગ્ય માત્રામાં કોફી પીઓ છો તો તે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. તેઓ કહે છે કે ઉનાળાની ઋતુમાં કોફી પી શકાય છે. જો કે, તે યોગ્ય માત્રામાં લેવું જોઈએ.

મેટાબોલિક દર:
યુએસ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (એફડીએ) અનુસાર, એક સ્વસ્થ વ્યક્તિએ એક દિવસમાં 400 મિલિગ્રામ (4 થી 5 કપ) થી વધુ કોફી ન પીવી જોઈએ. દરરોજ કેટલા કપ કોફી પીવી જોઈએ, તે દરેકના મેટાબોલિક રેટ પર આધાર રાખે છે.

વધુ પડતી કોફી પીવી હાનિકારક:
આ બધી બાબતો દર્શાવે છે કે ઉનાળામાં કોફી પી શકાય છે, ફક્ત તેને યોગ્ય અને મર્યાદિત માત્રામાં પીઓ કારણ કે તેને વધુ પડતી પીવી આપણા સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news