CSK vs KKR: આજે રાત્રે ચેન્નાઈ અને કોલકાતા વચ્ચે થશે ટક્કર, જાણો બેટિંગ ફ્રેન્ડલી પિચ પર બંને ટીમોની પ્લેઈંગ-11
KKR vs CSK: આજે (23 એપ્રિલ) IPLની બીજી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ ટકરાશે. આ મેચ સાંજે 7.30 કલાકે શરૂ થશે.
CSK vs KKR Pitch Report: IPLમાં આજે (23 એપ્રિલ), ચાર વખતની ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) અને બે વખતની વિજેતા કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) વચ્ચે મેચ છે. આ મેચ કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં રાત્રે રમાશે. આ સિઝનમાં અહીંની પિચ પર બેટ્સમેનોને ઘણી મદદ મળી છે. આજની મેચમાં પણ પિચનો મિજાજ લગભગ એવો જ રહેવાનો છે.
ઈડન-ગાર્ડન્સની પીચ પર બેટ્સમેનોની બલ્લે બલ્લે
આ મેદાન પર IPL 2023ની બે મેચની ત્રણ ઇનિંગ્સમાં 200થી વધુ સ્કોર બનાવ્યા છે. અહીં બેટ્સમેનોને ઘણી મદદ મળી છે. જો કે, અમુક હદ સુધી અહીં સ્પિનરોએ પણ પોતાની તાકાત બતાવી છે. પ્રથમ બેટિંગ કરનાર ટીમે અહીં છેલ્લી બે મેચ જીતી છે.
આ પણ વાંચો:
અમેરિકા જવાનું તમારું સપનું જલ્દી થશે પુરું, હવે વિઝા માટે નહીં જોવી પડે રાહ
શુકનનો દિવસ છતા લોકોએ સોનું ન ખરીદ્યું, અખાત્રીજે આખા ગુજરાતમાં માત્ર આટલુ જ સોનું
Breaking News Amritpal Singh Surrender: ભાગેડૂ અમૃતપાલ સિંહનું પોલીસ સમક્ષ સરન્ડર
બંને ટીમોના સંભવિત પ્લેઇંગ-11 અને ઈમ્પૅક્ટ પ્લેયર્સ
CSK પ્લેઈંગ-11 (પ્રથમ બેટિંગ): ડેવોન કોનવે, રુતુરાજ ગાયકવાડ, અજિંક્ય રહાણે, મોઈન અલી, શિવમ દુબે, અંબાતી રાયડુ, રવિન્દ્ર જાડેજા, એમએસ ધોની (કેપ્ટન, વિકેટકીપર), મથિશા પાથિરાના, તુષાર દેશપાંડે, મહિષ તીક્ષ્ણ
CSK પ્લેઈંગ-11 (પ્રથમ બોલિંગ): ડેવોન કોનવે, રુતુરાજ ગાયકવાડ, અજિંક્ય રહાણે, મોઈન અલી, શિવમ દુબે, રવિન્દ્ર જાડેજા, એમએસ ધોની (કેપ્ટન, વિકેટકીપર), મથિશા પાથિરાના, તુષાર દેશપાંડે, મહિષ તિક્ષ્ણ, આકાશ સિંહ.
CSK ઈમ્પેક્ટ પ્લેયર્સ: આકાશ સિંહ / અંબાતી રાયડુ.
KKR પ્લેઈંગ-11 (પ્રથમ બેટિંગ): જેસન રોય, લિટન દાસ (વિકેટકીપર), વેંકટેશ ઐયર, નીતિશ રાણા (કેપ્ટન), મનદીપ સિંહ, આન્દ્રે રસેલ, રિંકુ સિંહ, સુનીલ નારાયણ, શાર્દુલ ઠાકુર, ઉમેશ યાદવ, વરુણ ચક્રવર્તી.
KKR પ્લેઈંગ-11 (પ્રથમ બોલિંગ): જેસન રોય, લિટન દાસ (વિકેટકીપર), નીતિશ રાણા (કેપ્ટન), મનદીપ સિંહ, આન્દ્રે રસેલ, રિંકુ સિંહ, સુનીલ નારાયણ, શાર્દુલ ઠાકુર, ઉમેશ યાદવ, વરુણ ચક્રવર્તી, સુયશ શર્મા.
KKR ઈમ્પેક્ટ પ્લેયર્સ: સુયશ શર્મા/વેંકટેશ ઐયર.
આ પણ વાંચો:
વધતી મોંઘવારી વચ્ચે સામાન્ય લોકોને મોટી રાહત, ખાદ્ય તેલના ભાવમાં થયો ઘટાડો
પિતાવિહોણી દીકરીઓ માટે ગુજરાતના અહીં બનશે કન્યા ગુરુકુળ, ભણવાથી લઈ બધો ખર્ચ ઉપાડશે
રાશિફળ 23 એપ્રિલ: આ જાતકોને આજે થોડું જોખમ ફાયદો કરાવશે, જાણો કોણે રહેવું પડશે સતર્ક
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube