FIFA World Cup Final: આજે ફીફા વર્લ્ડ કપની ફાઇનલ મેચ રાત્રે 8.30 વાગ્યે શરૂ થશે.કતરમાં ફીફા વર્લ્ડ કપમાં આજે ફાઈનલ મેચ રમાશે...આર્જેન્ટીના 36 વર્ષ બાદ ટ્રોફી જીતવા ઉતરશે મેદાને..2014ની ફીફા વર્લ્ડ કપની ફાઇનલ મેચમાં આર્જેન્ટિનાની ટીમને હાર સામનો કરવા પડ્યો હતો...તો જ્યારે ફ્રાંસે 2018 ફીફા વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો છે...
 
મેસ્સી પર રહેશે સૌની નજર:
આર્જેન્ટિનાના સ્ટાર સ્ટાર ફુટબોલર લિયોનેલ મેસ્સી પોતાના વર્લ્ડ કપ જીતવાના સપનાને સાકાર કરવા માટે મેદાનમાં ઉતરશે.... આર્જેન્ટિનાના કેપ્ટન લિયોનેલ મેસ્સી ફાઈનલ મેચ જીતીને ટાઈટલ જીતીને વર્લ્ડ કપને વિદાય આપવા ઈચ્છશે.મેસ્સીએ ઘણા વર્ષોથી વર્લ્ડ કપ ટ્રોફી જીતવાનું સપનું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહાન ફુટબોલર મેરાડોના સાથે મેસ્સીની સરખામણી:
લિયોનેલ મેસ્સીએ પોતાના જોરદાર પ્રદર્શનથી આર્જેન્ટિનાને ફાઇનલમાં પહોંચાડ્યું હતું. તેની સરખામણી મહાન ફૂટબોલર મેરાડોના સાથે કરવામાં આવી રહી છે. મેસ્સીએ ત્રણ આસિસ્ટ ઉપરાંત પાંચ ગોલ કર્યા અને પોતાની ટીમના ચાહકોને રોમાંચિત કર્યા.


જાણો બંને ટીમની સ્ટ્રેન્થ અને કમજોરી વિશે...


આર્જેન્ટિના:
આર્જેન્ટિનાની સ્ટ્રેન્થ: આર્જેન્ટિનાની ટીમ કેપ્ટન લિયોનેલ મેસ્સી પર નિર્ભર છે. અન્ય ખેલાડીઓ પણ ગોલ કરી રહ્યા છે. ટીમ પહેલા હાફમાં ગોલ કરીને વધુ આક્રમક રીતે રમે છે.
ટીમની કમજોરી: ટીમ સામે અત્યાર સુધીમાં પાંચ ગોલ થયા છે. સંરક્ષણ એ ટીમની નબળાઈ છે અને મેસ્સી પર વધુ પડતી નિર્ભરતા પણ ગેરલાભ બની શકે છે.


ફ્રાંસ:
ફ્રાંસની સ્ટ્રેન્થ: ફ્રાંસ ટીમની સ્ટ્રેન્થ તે સ્ટ્રાઈકર્સ છે. એમ્બાપ્પે, ગીરોડ અને ગ્રીઝમેનની ત્રિપુટીએ શાનદાર પ્રદર્શન કર્યું છે.
ફ્રાંસની કમજોરી: ટીમનું ડિફેન્સ તે થોડી ચિંતાનો વિષય છે. આ  આ વર્લ્ડ કપમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ફ્રાન્સ સામે પણ પાંચ ગોલ આવ્યા છે.



 
 


વર્લ્ડ કપમાં આર્જેન્ટિનાની અત્યાર સુધીની સફર:
ક્રોએશિયા સામે 3-0થી જીત્યું
નેધરલેન્ડ સામે 4-3થી જીત્યું
ઓસ્ટ્રેલિયા સામે 16 થી 2-1 થી જીત્યું
પોલેન્ડની સામે ગ્રુપ સ્ટેજ 2-0થી જીત્યું
મેક્સિકોની સામે ગ્રુપ સ્ટેજ 2-0થી જીત્યું
સાઉદી અરેબિયા સામે ગ્રુપ સ્ટેજમાં 1-2થી હારી ગયું


ફ્રાંસનો વર્લ્ડ કપમાંનો અત્યાર સુધીનો સફર:
મોરોક્કોની સામે 2-0થી જીત મેળવી
ઈંગ્લેન્ડની સામે 2-1થી જીત્યું
 પોલેન્ડની સામે 3-1થી જીત્યું
ટ્યુનિશિયાની સામે  0-1થી હારી ગયું
ડેનમાર્કેની સામે 2-1થી જીત્યું
ઓસ્ટ્રેલિયાની સામે 4-1થી જીત્યું