ICC Players of the Month Award: ICC પ્લેયર ઓફ ધ મંથ એવોર્ડની જાહેરાત, ઈંગ્લેન્ડના આ યુવા બેટ્સમેને મારી બાજી
ICC Players of the Month Award: 23 વર્ષીય બ્રૂકે પાકિસ્તાન વિરૂદ્ધ થયેલી ટેસ્ટ સિરીઝમાં અદ્ભુત પ્રદર્શન કરતા ત્રણ મેચમાં 468 રન બનાવ્યા હતા. ઈંગ્લેન્ડે આ સીરિઝ પર 3-0થી જીતી જેમાં બ્રૂકનું મહત્વનું યોગદાન હતું. રાવલપિંડીમાં સીરિઝની પહેલી મેચ અને પોતાની બીજી મેચ રમી રહેલા બ્રૂકે 153 અને 87 રનોની મજબૂત ઈનિંગ રમી હતી. પાકિસ્તાન વિરુદ્ધ બ્રૂકને પોતાના અવિશ્વનિય પ્રદર્શન માટે પ્લેયર ઓફ ધ સીરિઝ તરીકે પસંદ કરવામાં આવ્યો હતો.
ICC Players of the Month Award: ઈંગ્લેન્ડના સ્ટાર બેટ્સમેન હેરી બ્રૂકને ડિસેમ્બર 2022 માટે ICC મેન્સ પ્લેયર ઓફ ધ મંથ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. ઈંગ્લેન્ડના આ સ્ટાર ખેલાડીએ ખાસ કરીને ટેસ્ટ ક્રિકેટમાં પોતાની અલગ છાપ છોડી છે. ડિસેમ્બર 2022ના મેન્સ પ્લેયર ઓફ ધ મંથ એવોર્ડના બે અન્ય દાવેદારોમાં પાકિસ્તાનના સ્ટાર બેટ્સમેન બાબર આઝમ અને ઓસ્ટ્રેલિયાના ટ્રેવિસ હેડ હતા જેને પછાડીને બ્રૂકે એવોર્ડ પર કબજો કર્યો છે.
હેરી બ્રૂકનું પ્રદર્શન:
23 વર્ષીય બ્રૂકે પાકિસ્તાન વિરૂદ્ધ થયેલી ટેસ્ટ સિરીઝમાં અદ્ભુત પ્રદર્શન કરતા ત્રણ મેચમાં 468 રન બનાવ્યા હતા. ઈંગ્લેન્ડે આ સીરિઝ પર 3-0થી જીતી જેમાં બ્રૂકનું મહત્વનું યોગદાન હતું. રાવલપિંડીમાં સીરિઝની પહેલી મેચ અને પોતાની બીજી મેચ રમી રહેલા બ્રૂકે 153 અને 87 રનોની મજબૂત ઈનિંગ રમી હતી. પાકિસ્તાન વિરુદ્ધ બ્રૂકને પોતાના અવિશ્વનિય પ્રદર્શન માટે પ્લેયર ઓફ ધ સીરિઝ તરીકે પસંદ કરવામાં આવ્યો હતો.
ICC વુમન્સ પ્લેયર ઓફ ધ મંથ એવોર્ડ:
ઓસ્ટ્રેલિયાની એશલે ગાર્ડનરે પોતાના દમ પર ડિસેમ્બર 2022 માટે ICC વુમન્સ પ્લેયર ઓફ ધ મંથ એવોર્ડ પર કબજો કર્યો છે. આ એવોર્ડ જીત્યા બાદ ગાર્ડનરે કહ્યું કે પ્લેયર ઓફ ધ મંથનો એવોર્ડ મેળવીને ગૌરવાંતિત છે. ખાસ કરીને એ જોઈને કે આ સમયે ક્રિકેટમાં ઘણા સારા ખેલાડીઓ છે. ગત મહિને ભારત વિરૂદ્ધ સીરિઝમાં પોતાનું શાનદાર વ્યક્તિગત પ્રદર્શન કર્યા બાદ ગાર્ડનરે આ એવોર્ડ જીત્યો હતો. તેમણે ઈંગ્લેન્ડની ચાર્લી ડીન અને ન્યૂઝીલેન્ડની સુઝી બેટ્સને પછાડીને આ એવોર્ડ જીત્યો છે.
ICC પ્લેયર ઓફ ધ મંથ વિનર (જૂલાઈ-ડિસેમ્બર, 2022)
મહિનો મહિલા વિનર પુરુષ વિનર
જૂલાઈ એમ્મા લેમ્બ (ઈંગ્લેન્ડ) પ્રભાત જયસુર્યા (શ્રીલંકા)
ઓગસ્ટ તાહલિયા મેક્ગ્રા (ઓસ્ટ્રેલિયા) સિકંદર રઝા (ઝિમ્બાબ્વે)
સપ્ટેમ્બર હરમનપ્રીત કૌર (ભારત) મોહમ્મદ રિઝવાન (પાકિસ્તાન)
ઓક્ટોબર નિદ ડાર (પાકિસ્તાન) વિરાટ કોહલી (ભારત)
નવેમ્બર સિદરા અમીન (પાકિસ્તાન) જોસ બટલર (ઈંગ્લેન્ડ)
ડિસેમ્બર એશલે ગાર્ડનર (ઓસ્ટ્રેલિયા) હૈરી બ્રૂક (ઈંગ્લેન્ડ)
ICC એવોર્ડ ઓફ ધ યર-
ICC એવોર્ડ 2022માં કુલ 13 શ્રેણી સામેલ છે. જેમાં વિભિન્ન ક્રિકેટ પ્રારુપો માટે ઘણા એવોર્ડ ખેલાડીઓને વ્યક્તિગત રૂપથી આપવામાં આવે છે. ICC ટૂંક સમય જ આ વિજેતાઓના નામ જાહેર કરશે. આ એવોર્ડ 2004થી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ દ્વારા શરૂ કરવામાં આવ્યા છે. આના પ્રમુખ એવોર્ડમાં ICC મેન્સ ક્રિકેટર ઓફ ધ યર માટે પ્રતિષ્ઠિત સર ગારફીલ્ડ સોબર્સ ટ્રોફી અને ICC વુમન્સ ક્રિકેટર ઓફ ધ યર માટે રાચેલ હેહોઈ ફ્લિંટ ટ્રોફી પ્રમુખ છે.