Ind vs Aus Test Cricket: ક્રિકેટ વિશે કહેવાય છેકે, ટેસ્ટ ઈઝ એ રિઅલ ટેસ્ટ ઓફ ક્રિકેટર્સ. ત્યારે ઘરઆંગણે ભારતને હરાવવા ઓસ્ટ્રેલિયા તલપાપડ થઈ રહ્યું છે. કારણકે, ભારતે ઓસ્ટ્રેલિયાને તેના ઘરમાં થઈને પછાડ્યું હતું. કારમી હારનો બદલો લેવા માટે ઓસ્ટ્રેલિયા મજબૂત ઈરાદાઓ લઈને મેદાનમાં ઉતરશે. ટીમ ઈન્ડિયા સામેની ટેસ્ટ સીરીઝ જીતવા માટે ઓસ્ટ્રેલિયન ટીમ લઈ રહ્યું છે એક ગુજજુ છોકરાની મદદ. આ ગુજ્જુ ખેલાડીનું નામ છે મહેશ. જૂનાગઢનો મહેશ અત્યારે જાણે રાતોરાત આખી ઓસ્ટ્રેલિયા ટીમનો 'ગુરુ' બની ગયો હોય એવા ઘાટ ઘડાયા છે. ઓસ્ટ્રેલિયાના તમામ બેટ્સમેન હાલ આ ગુજ્જુ છોકરાની બોલિંગ પર કલાકો સુધી ગ્રાઉન્ડમાં પ્રેક્ટિસ કરી રહ્યાં છે. કોણ છે આ ગુજરાતી છોકરો...? કેમ આખી ઓસ્ટ્રેલિયન ટીમ એની પાછળ ગાડી થઈ છે....જાણો...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અશ્વિનનો સામનો કરવા ઓસ્ટ્રેલિયાએ લીધી જૂનાગઢના મહેશની મદદ, બોલિંગ એક્શન હૂબહૂ ઇન્ડિયન ઓફ-સ્પિનર જેવી જ છે. ઓસ્ટ્રેલિયાની ટીમ 9 તારીખથી શરૂ થતી બોર્ડર ગાવસ્કર ટ્રોફી જીતવા માટે તમામ પ્રયાસ કરી રહી છે. તેઓ રવિચંદ્રન અશ્વિનથી લઈને અક્ષર પટેલ સુધી દરેક સ્પિન થ્રેટનો સામનો કરવા પ્રેક્ટિસ કરી રહ્યા છે. કાંગારુંને ખાસ ડર ઇન્ડિયાના સૌથી અનુભવી સ્પિનર અશ્વિનનો છે. તેનો સામનો કરવા માટે તેઓ બરોડાના બોલર મહેશ પીઠીયાની મદદ લઈ રહ્યા છે.


બોર્ડર ગાવસ્કર ટ્રોફીનો શેડ્યૂલ:
​ટેસ્ટ                  તારીખ                   વેન્યુ
પ્રથમ ટેસ્ટ    9થી 13 ફેબ્રુઆરી          નાગપુર
બીજી ટેસ્ટ    17થી 21 ફેબ્રુઆરી       દિલ્હી
ત્રીજી ટેસ્ટ    1થી 5 માર્ચ                  ધર્મશાલા
ચોથી ટેસ્ટ    9થી 13 માર્ચ                અમદાવાદ
 




 


મહેશની બોલિંગ એક્શન એકદમ અશ્વિન જેવી જ છે. હાલમાં જ સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં મહેશ ઓસ્ટ્રેલિયાના સ્ટીવ સ્મિથ સામે બેટિંગ કરતો જોવા મળે છે.મહેશ મૂળ જૂનાગઢનો વતની છે. તે જૂનાગઢથી બરોડા ક્રિકેટ માટે શિફ્ટ થયો હતો. 2013માં મહેશે અશ્વિનને વેસ્ટ ઇન્ડિઝ સામે બોલિંગ કરતા જોયો અને તેનું જીવન બદલાઈ ગયું. તે બાદ તેણે ઓફ-સ્પિનને પોતાના જીવનનું મંત્ર બનાવી દીધું છે. ઓસ્ટ્રેલિયાએ તેને સ્પોટ કર્યા બાદ રણજી સમાપ્ત થયા બાદ તરત જ ટ્રેનિંગ સેશન જોઈન કરવા કહ્યું હતું.


ક્રિક્બ્ઝમાં પ્રકાશિત અહેવાલ મુજબ મહેશે સ્મિથને ક્લીન બોલ્ડ કર્યો હતો. તેમજ તેની સામે સ્વીપ શોટ રમવામાં પણ સ્મિથને તકલીફ પડી રહી હતી. જો કે, આ બાદ સ્મિથે લઈ મેળવી લીધી હતી અને કેટલીક આકર્ષક કવર ડ્રાઈવ્સ પણ ફટકારી હતી.