World Cup 2023, IND vs AUS:  5 ઓક્ટોબરથી ક્રિકેટ વર્લ્ડ કપની શરૂઆત થઈ ચુકી છે. ચેન્નઈમાં ભારત આ વર્લ્ડકપની પોતાની પહેલી મેચ રમશે. ટીમ ઈન્ડિયા વર્લ્ડ કપ 2023માં ઓસ્ટ્રેલિયા સામેની મેચથી પોતાની સફર શરૂ કરવા જઈ રહી છે. આ મેચ 8મી ઓક્ટોબરથી રમાશે. જોકે, અત્યાર સુધી ભારત માટે બધુ જ બરાબર થઈ રહ્યું હતું એવામાં અચાનક આવ્યાં એક ખરાબ સમાચાર. વર્લ્ડ કપની મેચના ઠીક પહેલાં ટીમ માટે એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. ઉલ્લેખનીય છેકે, પહેલીવાર આખો વર્લ્ડ કપ ભારતમાં યોજાઈ રહ્યો છે. આ ખેલાડી માટે પણ આ વર્લ્ડ કપ ખાસ છે. જોકે, હવે કિસ્મતને શું મંજૂર છે તે પણ જોવું રહ્યું.... 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારતીય ક્રિકેટ ટીમ 8 ઓક્ટોબરથી પોતાની વર્લ્ડ કપ મેચોનો પ્રારંભ કરશે. ચેન્નઈમં ભારતની ટીમ ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે. જોકે, આ મહામુકાબલા પહેલાં ભારતીય ટીમ માટે એક ખરાબ સમાચાર સામે આવ્યાં છે. જેમાં ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન જે શતક પર શતક લગાવતા આવ્યાં છે તે ટીમમાંથી બહાર થઈ શકે છે. ચાહકો પણ આ સમાચાર સાંભળીને નીરાશ થશે. અહીં વાત થઈ રહી છે પંજાબી બોય શુભમન ગિલની. શુભમન ગિલ ડેન્ગ્યુમાં સપડાયો છે. ડેન્ગ્યુની ઝપેટમાં આવવાથી શુભમન ગિલનું વર્લ્ડ કપમાં રમવું મુશ્કેલ છે. આજે શુભમનનું ટોટલ હેલ્થ ચેકઅપ કરવામાં આવશે ત્યાર બાદ જ વધુ માહિતી જાણી શકાશે.


 



 


ODI રેન્કિંગમાં નંબર-2 પર છે ગિલઃ
શુભમન ગિલ ODI રેન્કિંગમાં નંબર-2 પર છે. તે હાલમાં ટીમ ઈન્ડિયાના સૌથી ઘાતક બેટ્સમેનોમાંનો એક છે. ગિલની વનડે કારકિર્દી અત્યાર સુધી શાનદાર રહી છે. તેણે અત્યાર સુધી રમાયેલી 20 મેચમાં 1230 રન બનાવ્યા છે. તેના નામે બેવડી સદી પણ છે. આવી સ્થિતિમાં ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં તેનું ન રમવું ટીમ માટે આંચકો સાબિત થઈ શકે છે.