Ind vs Eng 4th Test: રાંચી ટેસ્ટમાં ટીમ ઈન્ડિયામાં આ ખતરનાક ફાસ્ટ બોલરનું કરશે ડેબ્યૂ
Ind Playing 11 vs Eng 4th Test: ઈંગ્લેન્ડ સામેની પાંચ મેચની ટેસ્ટ શ્રેણીનો આજે ચોથો મુકાબલો બિહારના રાંચીમાં રમાઈ રહ્યો છે. જાણો કેવી હશે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેન. કયા કયા ખેલાડીઓને આપવામાં આવ્યો છે મોકો...
Ind Playing 11 vs Eng 4th Test: ઈંગ્લેન્ડ સામેની પાંચ મેચની ટેસ્ટ શ્રેણીનો આજે ચોથો મુકાબલો બિહારના રાંચીમાં રમાઈ રહ્યો છે. જાણો કેવી હશે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેન. કયા કયા ખેલાડીઓને આપવામાં આવ્યો છે મોકો. રાંચી ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ 11માં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. આ મેચમાં ટીમ ઈન્ડિયાની બોલિંગની શાન ગણાતા જસપ્રીત બુમરાહને આરામ આપવામાં આવ્યો છે. બુમરાહના સ્થાને આ મેચમાં આકાશ દીપને મોકો આપવામાં આવ્યો છે. આકાશ દીપ રાંચી ટેસ્ટથી પોતાની ટેસ્ટ ડેબ્યુ કરી રહ્યો છે. ટીમ ઈન્ડિયાના હેડ કોચ રાહુલ દ્રવિડે આકાશને ડેબ્યૂ માટે ટેસ્ટ કેપ આપી. ઈંગ્લેન્ડ સામેની રાંચીમાં રમાઈ રહેલી ટેસ્ટ મેચમાં આકાશ દીપને ભારત તરફથી ડેબ્યૂ કરવાનો મોકો મળ્યો છે.
રાંચી ટેસ્ટમાં જસપ્રીત બુમરાહ નથી રમવાનો. બુમરાહને આ મેચમાં આરામ આપવામાં આવ્યો છે. બીજી તરફ મિડલ ઓર્ડરમાં રજત પાટીદાર પણ સતત ખરાબ ફોર્મમાંથી પસાર થઈ રહ્યો છે. જોકે, પાટીદારને હજુ પણ મોકો આપવામાં આવી શકે છે. બુમરાહના સ્થાને આ મેચમાં ફાસ્ટ બોલર આકાશ દીપને મોકો આપવામાં આવ્યો છે. રાજકોટ ટેસ્ટથી ભારત માટે ધ્રુવ જુરેલ અને સરફરાજ ખાને ડેબ્યુ કર્યું હતું. રાંચીમાં આકાશનો સિતારો ચમકશે.
આકાશ ભારત માટે ટેસ્ટ રમનાર 313મો ખેલાડી બન્યોઃ
આકાશ દીપે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કરીને ભારતીય ટેસ્ટ ટીમમાં સ્થાન હાંસલ કર્યું હતું. બંગાળ માટે ફર્સ્ટ ક્લાસ રમનાર આકાશ દીપે 2023-24 રણજી ટ્રોફીમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે છેલ્લી રણજી મેચ કેરળ સામે રમી હતી, જેમાં તેણે 1 વિકેટ લીધી હતી. આ પહેલા આકાશ ભારત તરફથી ઈંગ્લેન્ડ લાયન્સ સામે રમતા જોવા મળ્યો હતો. આકાશે ઈંગ્લેન્ડ લાયન્સ સામેની પ્રથમ મેચમાં 2 વિકેટ લીધી હતી. આ પછી તેણે ઈંગ્લેન્ડ લાયન્સ સામેની બીજી મેચમાં 6 અને ત્રીજી મેચમાં 5 વિકેટ ઝડપી હતી.
ભારતીય ટીમ હાલ પોતાના ઘર આંગણે ઈંગ્લેન્ડ સામે પાંચ ટેસ્ટ મેચની સિરિઝ રમી રહ્યું છે. સીરીઝનો ચોથો મુકાબલો આજે બિહારના રાંચીમાં રમાશે. જેએસસીએ ઈન્ટરનેશનલ સ્ટેડિયમ કોમ્પ્લેક્સમાં આ મેચ રમાનાર છે. મેચ ભારતીય સમયાનુસાર સવારે સાડા નવ વાગ્યો શરૂ થશે.
ચોથી ટેસ્ટ મેચ માટે ઈંગ્લેન્ડની પ્લેઈંગ-11:
જેક ક્રોલી, બેન ડકેટ, ઓલી પોપ, જો રૂટ, જોની બેરસ્ટો, બેન સ્ટોક્સ (કેપ્ટન), બેન ફોક્સ (વિકેટકીપર), ટોમ હાર્ટલી, ઓલી રોબિન્સન, જેમ્સ એન્ડરસન, શોએબ બશીર.
ચોથી ટેસ્ટ મેચ માટે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ-11:
રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, રજત પાટીદાર, સરફરાઝ ખાન, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), દેવદત્ત પડિકલ, આર અશ્વિન, રવીન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, મોહમ્મદ સિરાજ, આકાશ દીપ