Lionel Messi’s FIFA World Cup Post: આર્જેન્ટિનાના કેપ્ટન લિયોનેલ મેસ્સીએ પોતાની ટીમને 36 વર્ષ બાદ ફરીથી ફિફા વર્લ્ડ ચેમ્પિયન બનાવીને નવો રેકોર્ડ બનાવ્યો છે. આર્જેન્ટિનાની ટીમે પેનલ્ટી શૂટઆઉટમાં ફ્રાંસને 4-2થી હરાવીને ફિફા વર્લ્ડ કપની ટ્રોફી જીતી લીધી હતી. વર્લ્ડ કપ જીત્યા બાદ મેસ્સીએ ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી હતી. આ પોસ્ટે નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. મેસ્સીની આ પોસ્ટ અત્યાર સુધીની દુનિયામાં સૌથી વધુ Likes કરવામાં આવેલી પોસ્ટ બની ગઈ છે.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 



 


માર્ક ઝુકરબર્ગે ફેસબુક પર શેર કરી માહિતી-
મેટાના ફાઉન્ડર અને CEO માર્ક ઝુકરબર્ગે ફેસબુક પર પોસ્ટ કરીને આ વિશે માહિતી આપી છે. તેમણે લખ્યું છે કે, લિયોનેલ મેસ્સીની વર્લ્ડ કપ પોસ્ટ હવે ઇન્સ્ટાગ્રામ ઇતિહાસમાં સૌથી વધુ પસંદ કરવામાં આવેલી પોસ્ટ બની ગઈ છે.

 



 


અગાઉનો રેકોર્ડ The EGGના નામે હતો-
આ પહેલા ઈન્સ્ટાગ્રામ પર સૌથી વધુ લાઈક કરાયેલા ફોટોનો રેકોર્ડ The EGGનો હતો, જેના ઈંડાના ફોટોને 56.2 મિલિયન યુઝર્સે પસંદ કર્યા હતા. મેસ્સીની પોસ્ટે ‘world_record_egg’ને પાછળ છોડી દીધું છે.


અત્યાર સુધીમાં 6.86 કરોડથી વધુ લોકોએ લાઈક કરી પોસ્ટ-
મેસ્સીએ ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી છે જેમાં તેને Photos શેર કર્યા છે. આ પોસ્ટને અત્યાર સુધીમાં 6.86 કરોડથી વધુ લોકોએ લાઈક કરી છે. આ પોસ્ટે પોતે જ નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે.