IND vs AUS: ભારત-ઓસ્ટ્રેલિયાની મેચમાં શું વિલન બનશે વરસાદ? જાણો હવામાનની આગાહી
IND vs AUS Weather Forecast: આજથી ભારત પોતાના વિશ્વકપ અભિયાનનો પ્રારંભ કરી રહ્યું છે. ચેન્નાઈના ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે ભારત. અહીં ડર જેટલો ઓસ્ટ્રેલિયાનો નથી એટલો વરસાદનો છે. શું ભારતની વર્લ્ડ કપની પહેલી જ મેચમાં બાજી બગાડશે વરસાદ? જાણો શું કહે છે હવામાનની આગાહી....
ICC World Cup 2023, IND vs AUS: આજે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચેન્નાઈમાં મહામુકાબલો. ટીમ ઈન્ડિયા આજની મેચથી વર્લ્ડ કપ 2023ના પોતાના સફરની શરૂઆત કરશે. ચેન્નાઈથી ટીમ ઈન્ડિયા પોતાના વર્લ્ડ કપ સફરનો પ્રારંભ કરશે. આજે ચેન્નાઈમાં વિશ્વકપના મહામુકાબલામાં ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે ટીમ ઈન્ડિયા. એક તરફ હશે કેપ્ટન રોહિત શર્માની શાનદાર ટીમ તો બીજી તરફ હશે પેટ કમિન્સની કમિટેડ ટીમ. ત્યારે શું વરસાદ બગાડશે ભારત અને ઓસ્ટ્રેલિયાનો ખેલ? જાણો ચેન્નઈમાં કેવું રહેશે હવામાન...
ભારત અને ઓસ્ટ્રેલિયા તેમજ સમગ્ર વિશ્વના ક્રિકેટ ચાહકો માટે ચેન્નાઈના હવામાનની સ્થિતિ જાણવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. કારણકે, આજે ચેન્નાઈમાં રમાશે વિશ્વકપનો ભારત અને ઓસ્ટ્રેલિયાના મહામુકાબલો. ત્યારે હવામાન કેવી રહેશે તેની ચાહકો પણ એટલી જ ચિંતા છે. એશિયા કપમાં જે રીતે વરસાદે મેચની મજા બગાડી છે એનાથી દર્શકોને ભારે નિરાશા સાપડી છે. ત્યારે આજના હવામાનની વાત કરીએ તો, ચેન્નાઈમાં આજે ભારત ઓસ્ટ્રેલિયા સામ સામે ટકરાશે. મેચ બપોરે 2 વાગ્યે શરૂ થશે અને તે સમયે વરસાદની સંભાવના માત્ર 8 ટકા છે.
જાણો પિચ રિપોર્ટઃ
ચેપોકમાં હંમેશા સ્પિનરોનો દબદબો રહ્યો છે. આ વખતે પણ સ્થિતિ બહુ જુદી નહીં હોય. અહીં પણ બેટ્સમેનો માટે ઘણું બધું હશે. અહીં છેલ્લી આઠ મેચોમાં પ્રથમ બેટિંગ કરનારી ટીમે 227 થી 299ની વચ્ચે રન બનાવ્યા છે. એટલે કે બેટ અને બોલ વચ્ચે સમાન સંઘર્ષ છે. ઉત્તર-પૂર્વ ચોમાસાને કારણે આજે અહીં હળવો વરસાદ પડી શકે છે.
ક્રિકેટ ચાહકો આતુરતાથી આ મેચની રાહ જોઈ રહ્યાં છે. ફેન્સ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયા વચ્ચે મેદાનમાં ફાયર ફાઈટિંગની રાહ જોઈ રહ્યાં છે. હાલમાં જ આ બંને ટીમો વચ્ચે 3 મેચની વનડે શ્રેણી રમાઈ હતી, જેમાં ભારતે 2-1થી જીત મેળવી હતી. તે જ સમયે, ઓસ્ટ્રેલિયા ચેન્નાઈમાં અત્યાર સુધીમાં કુલ 6 ODI મેચ રમ્યું છે, જેમાં તેણે 5 જીતી છે અને માત્ર 1 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. જ્યારે ચેન્નાઈમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 3 ODI મેચ રમાઈ છે, જેમાં ઓસ્ટ્રેલિયા 2 અને ભારત માત્ર 1 મેચ જીત્યું છે. હવે જોવાનું એ રહે છે કે આજે યોજાનારી આ વર્લ્ડ કપ મેચમાં શું થાય છે.
આજે ચેન્નાઈમાં કેવું રહેશે હવામાન?
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચેન્નાઈની M.A ચિદમ્બરમ સ્ટેડિયમમાં યોજાનારી વર્લ્ડ કપ મેચના એક દિવસ પહેલા 7 ઓક્ટોબર શનિવારના રોજ ચેન્નાઈના ઘણા ભાગોમાં ભારે વરસાદ પડ્યો હતો. તે જ સમયે, સ્ટેડિયમની આસપાસ વાદળો પણ હતા. ચેન્નાઈમાં છેલ્લા એક સપ્તાહથી અવાર-નવાર વરસાદ પડી રહ્યો છે. જો કે, હવામાનની આગાહી દર્શાવે છે કે રવિવારની રમત પર વરસાદની અસર થવાની સંભાવના નથી. રવિવારે હવામાન મોટે ભાગે સ્વચ્છ રહેવાની ધારણા છે. તાપમાન 27 થી 31 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહેવાની ધારણા છે. આ મેચ બપોરે 2 વાગ્યે શરૂ થશે અને તે સમયે વરસાદની સંભાવના માત્ર 8 ટકા છે.