ODI વર્લ્ડ કપ 2023: ક્રિકેટ એ ભારત માટે માત્ર એક રમત નથી. ક્રિકેટ એ ભારત માટે એક ઝૂૂનૂન છે. એક જૂસ્સો છે. ક્રિકેટ એ ભારત માટે એક ધર્મ બની ગયો છે એમ કહીએ તો પણ અતિશયોક્તિ નથી. ત્યારે આ વર્ષે વન ડે ક્રિકેટનો વર્લ્ડ કપ રમાનાર છે. આ વર્લ્ડ કપ માટે એક દેશ દ્વારા પોતાની ટીમની જાહેરાત કરી દેવામાં આવી છે. જોકે, દુઃખની વાત એ પણ છેકે, અનેક ખતરનાક ખેલાડી કે સૌને લાગતું હતું કે એમને ચાન્સ મળશે પણ એવા ખેલાડીઓને પડતા મુકાયા છે. કોને કોને વન-ડે વર્લ્ડ કપની ટીમમાં મળ્યું છે સ્થાન એ પણ જાણીએ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઉલ્લેખનીય છેકે, ODI વર્લ્ડ કપ 2023 ભારતમાં આ વર્ષે ઓક્ટોબર-નવેમ્બર મહિનામાં રમાશે. 2011 બાદ પ્રથમ વખત ભારતને વર્લ્ડ કપની યજમાની કરવાની તક મળી છે. ભારત સહિત 8 ટીમો સીધી રીતે વર્લ્ડ કપ માટે ક્વોલિફાય થઈ ગઈ છે.જેમાં ભારત સહિત ન્યૂઝીલેન્ડ, ઈંગ્લેન્ડ, બાંગ્લાદેશ, પાકિસ્તાન, ઓસ્ટ્રેલિયા, અફઘાનિસ્તાન અને દક્ષિણ આફ્રિકાનો સમાવેશ થાય છે, જ્યારે 2 ટીમોએ હજુ ક્વોલિફાઈ કરવાનું બાકી છે. વર્લ્ડ કપ ક્વોલિફાયર રાઉન્ડમાં 2 ટીમો ક્વોલિફાય થશે. ક્વોલિફાયર રાઉન્ડમાં 10 ટીમો ભાગ લેવા જઈ રહી છે. આ ટુર્નામેન્ટ માટે એક ટીમે પોતાની ટીમની જાહેરાત કરી છે.


આ ટીમની જાહેરાત-
વર્લ્ડ કપ ક્વોલિફાયર રાઉન્ડ ઝિમ્બાબ્વેમાં 18 જૂનથી 9 જુલાઈ સુધી રમાશે. આ ટુર્નામેન્ટ માટે નેધરલેન્ડ ક્રિકેટ બોર્ડે તેની 15 સભ્યોની ટીમની જાહેરાત કરી છે. ઈંગ્લેન્ડમાં ચાલી રહેલી કાઉન્ટી ચેમ્પિયનશિપમાં રમવાના કારણે કેટલાક ખેલાડીઓને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું નથી. તેમાં રોએલોફ વેન ડેર મર્વ અને કોલિન એકરમેન છે. નેધરલેન્ડની ટીમ સીધી રીતે વર્લ્ડ કપ માટે ક્વોલિફાય કરી શકી નથી. તે 13મા સ્થાને હતી.


બે ગ્રુપમાં 10 ટીમો હશે-
વર્લ્ડ કપ ક્વોલિફાયર રાઉન્ડ માટે ટીમોને બે ગ્રુપમાં વહેંચવામાં આવી છે. ગ્રુપ Aમાં યજમાન ઝિમ્બાબ્વે, 1975 અને 1979 વર્લ્ડ કપ વિજેતા વેસ્ટ ઈન્ડિઝ, નેધરલેન્ડ, નેપાળ અને યુનાઈટેડ સ્ટેટ્સનો સમાવેશ થાય છે, જ્યારે ગ્રુપ બીમાં આયર્લેન્ડ, શ્રીલંકા, સ્કોટલેન્ડ, ઓમાન અને સંયુક્ત આરબ અમીરાત છે. આ 10 ટીમોમાંથી 2 ટીમ વર્લ્ડ કપ 2023 માટે ક્વોલિફાય થશે. આ ટુર્નામેન્ટમાં પ્રથમ વખત સુપર સિક્સ તબક્કાની તમામ મેચો માટે ડીઆરએસનો ઉપયોગ કરવામાં આવશે.


ક્વોલિફાયર મેચો માટે નેધરલેન્ડની ટીમ-
સ્કોટ એડવર્ડ્સ (સી), મેક્સ ઓ'ડાઉડ, લોગન વાન બીક, વિક્રમ સિંહ, આર્યન દત્ત, વિવ કિંગમા, બાસ ડી લીડે, નોહ ક્રોઝ, રેયાન ક્લેઈન, તેજ નિદામાનુરુ, વેસ્લી બેરેસી, શરીજ અહેમદ, ક્લેટોન ફ્લોયડ, માઈકલ લેવિટ, સાકિબ ઝુલ્ફીકાર.