બાદશાહના ગીત પર દુબઈમાં બુમાબૂમ! `કાલાચશ્મા` પર ડાન્સ કરીને હાર્દિક અને ધોનીએ મચાવી ધૂમ
MS Dhohi-Hardik Pandya Dance: ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની હાલ IPL-2023ની સિઝન માટેની તૈયારીમાં લાગેલા છે. એવું ચર્ચાઈ રહ્યું છે કે આ તેમની છેલ્લી સિઝન હશે. ત્યારે આ બધી જ ચર્ચા વચ્ચે માહી મસ્તીમાં દેખાઈ રહ્યા છે. જેમાં આજે હાર્દિકની સાથે તેઓએ કાલાચશ્મા સોંગ ઉપર ડાન્સ કર્યો હતો. આ વિશેનો વીડિયો ચાહકોને ખૂબ જ ગમી રહ્યો છે. કારણ કે ચાહકોએ માહીનો આ અંદાજ પહેલીવાર જોયો છે.
નવી દિલ્હીઃ ક્રિકેટ એ ભારતમાં એક રમત જ નહીં પણ જાણે કે એક ધર્મ બની ગયો છે. કરોડો લોકો આ રમત પાછળ પાગલ છે. એ જ કારણ છેકે, ટીમ ઈન્ડિયાના ક્રિકેટર્સની ઓફ ધ ફિલ્ડ લાઈફ સ્ટાઈલ પણ ખુબ ચર્ચામાં રહે છે. કારણકે, તેમના પર ચાહકોની સતત નજરો રહેતી હોય છે. ત્યારે હાલમાં જ એક વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. જેમાં ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની અને હાર્દિક પંડ્યા પાર્ટીમાં ડાન્સ કરતા જોવા મળે છે. લેજેન્ડરી કેપ્ટન અને પ્લેયર મહેન્દ્ર સિંહ ધોનીએ ઈન્ટરનેશનલ ક્રિકેટને 2020માં અલવિદા કહી દીધું હતું. ત્યારે આના પછી તેમણે કુલ ત્રણ IPLની સિઝન રમી હતી. જેમાં તેઓની કેપ્ટનશિપમાં વર્ષ 2021માં CSK ચોથીવાર IPLનું ચેમ્પિયન બન્યું હતું.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube