Paris Olympics માં ભારતને મળ્યો બીજો બ્રોન્ઝ મેડલ, મનુ ભાકર અને સરબજોતે કર્યો કમાલ
Paris Olympics 2024: મનુ ભાકરે ભારતને આ વખતે અપાવ્યો હતો પહેલો ઓલંપિક મેડલ. ભારતે ટોકિયો ઓલંપિકમાં જીત્યા હતા સૌથી વધારે 7 મેડલ. અત્યાર સુધી ઓલંપિકમાં ભારતે કુલ 36 મેડલ જીત્યા છે.
Paris Olympics 2024: પેરિસ ઓલિમ્પિકમાં ભારતની સરબ જ્યોત સિંહનો ધમાકો. ભારતને મળ્યો બીજો બ્રોન્જ મેડલ. પેરિસ ઓલિમ્પિકનો આજે ચોથો દિવસ છે. ભારતીય ખેલાડીઓ શૂટિંગ, બોક્સિંગ, બેડમિંટન અને હોકીની રમતમાં આજે બતાવશે પોતાનો કમાલ.
શૂટિંગની રમતમાં ભારતે જીત્યો વધુ એક મેડલ. મનુ ભાકર અને સરબજોત સિંહની જોડીએ ધમાકો કર્યો છે. ભારતવા મનુ ભાકર અને સરબજોત સિંહે 10 મીટર પિસ્ટલ મિક્સ્ડ ટીમ ઈવેન્ટમાં ઓહ યે જિન અને લી વોનહો ને હરાવીને ભારતને બ્રોજ મેડલ અપાવ્યો છે. બન્ને એ 16-10 થી આ મેડલ જીતી લીધો છે.
મનુ ભાકરે ભારતને આ વખતે અપાવ્યો હતો પહેલો ઓલંપિક મેડલ. ભારતે ટોકિયો ઓલંપિકમાં જીત્યા હતા સૌથી વધારે 7 મેડલ. અત્યાર સુધી ઓલંપિકમાં ભારતે કુલ 36 મેડલ જીત્યા છે.