Rishabh Pant Car Accident: ઉત્તરાખંડના નારસન બોર્ડર પાસે સ્ટાર ક્રિકેટર ઋષભ પંતની કાર અકસ્માતના મામલામાં ચર્ચાનું બજાર ગરમાયું છે. ઘણા લોકો આ માટે વધુ પડતી ઓવર સ્પીડિંગનું કારણ જણાવી રહ્યા છે. ઋષભ પંતે પોતે ઊંઘની ઝબકીને કારણે અકસ્માત થયાનું જણાવ્યું છે. આ કેસમાં પોલીસનું એમ પણ કહેવું છે કે ઓવરસ્પીડિંગને લઈને હજુ સુધી પુરાવા કે પ્રત્યક્ષદર્શી મળ્યા નથી. સોશિયલ મીડિયા પર ફરતી વીડિયો ક્લિપિંગ્સના આધારે લોકો અનુમાન લગાવી રહ્યા છે કે રિષભ ખૂબ જ ઝડપથી ગાડી ચલાવી રહ્યો હતો. આ વાતની સત્તાવાર પુષ્ટિ કોઈ કરી રહ્યું નથી. હરિદ્વારના એસએસપી અજય સિંહે કહ્યું છે કે પ્રાથમિક તપાસમાં આવી કોઈ હકીકત સામે આવી નથી. આવી સ્થિતિમાં, એવું માનવામાં આવે છે કે ઋષભની ઉંઘની ઝબકીને કારણે આ અકસ્માત થયો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અકસ્માત બાદ મર્સિડીઝ કારમાં આગ કેવી રીતે લાગી? 
આ અંગે પ્રાથમિક અહેવાલો પણ સામે આવ્યા છે. પ્રાથમિક તપાસ બાદ એવું કહેવામાં આવી રહ્યું છે કે પેટ્રોલ લીકેજ કે સ્પાર્કના કારણે કારમાં આગ લાગી હતી. થોડીવારમાં કાર ખાખ થઈ ગઈ હતી. ઋષભ પંતની કારના અકસ્માત બાદ ટ્રાન્સપોર્ટ વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને સ્થિતિ વિશે પૂછપરછ કરી હતી. તપાસમાં જાણવા મળ્યું કે ડિવાઈડર સાથે અથડાતા પહેલાં કારની બ્રેક લગાવવામાં આવી હશે. જેના કારણે કારના ટાયર 22 ફૂટ સુધી ઘસડાયા હોવાના નિશાનો રસ્તા પર જોવા મળી રહ્યાં છે. આ પછી કાર ડિવાઈડર સાથે અથડાતાં તે હવામાં ઉછળીને વિરુદ્ધ દિશામાં ગઈ હતી. કાર 80 થી 100 મીટર સુધી ઢસડાઈ હતી. આ કારણે કારમાં આગ લાગી હતી. કારના ઘર્ષણથી સ્પાર્ક થયો. ટાંકીમાંથી પેટ્રોલ લીક થયું અને કારમાં આગ લાગી હશે.


આ પણ ખાસ વાંચોઃ
અમિતાભે સાડી પહેરી ત્યારે આ અભિનેતાએ ઉડાવી હતી મજાક! જાણો પછી શું થયું


Deepika Padukone Horoscope 2023: દીપિકા પાદુકોણનું નવું વર્ષ કેવું રહેશે?


સલમાન, શાહરુખ અને આમિર બોલીવુડના સુપર 'ખાન' માટે કેવું રહેશે નવું વર્ષ?


આ હીરોઈનને સતાવી રહી છે ઋષભ પંતની ચિંતા! દુનિયાની સામે કહી દીધી આ વાત


પ્રાથમિક તપાસમાં કારની સ્પીડ જાણી શકાઈ નથી...
અકસ્માત અંગે આરટીઓ પ્રશાસનનું કહેવું છે કે પ્રાથમિક તપાસમાં કારની સ્પીડ અંગે કોઈ સ્પષ્ટ માહિતી મળી નથી. દેહરાદૂન-રુરકી-દિલ્હી નેશનલ હાઈવે પર ગુરુકુલ નારસન ખાતે રિષભની કારનો અકસ્માત થયો હતો. આરટીઓ પ્રશાસન સુનિલ શર્માના આદેશ પર ત્યાં ટેકનિકલ તપાસ કરવામાં આવી હતી. ડિવિઝનલ ઈન્સ્પેક્ટર ટેકનિકલ અજયકુમાર શર્મા ઘટનાસ્થળે પહોંચી તપાસ કરી હતી. તેમણે પ્રાથમિક રિપોર્ટ તૈયાર કરીને આરટીઓને મોકલી આપ્યો છે. કારમાં આગ લાગવાના દ્રશ્યો અને કારણોની વિગતવાર માહિતી આપવામાં આવી છે.


પ્રાથમિક રિપોર્ટમાં શું છે?
અજય કુમાર શર્મા દ્વારા તૈયાર કરવામાં આવેલા પ્રાથમિક અહેવાલમાં ઘટના સ્થળ અને ઘટનાના કારણો વિશે માહિતી આપવામાં આવી છે. અહેવાલના આધારે અજય શર્માએ જણાવ્યું હતું કે નારસન પોલીસ ચોકીથી લગભગ 100 મીટર આગળ દિલ્હી-રુરકી રોડ પર ક્રશ બેરિયરને અથડાવાને કારણે આ અકસ્માત થયો હતો. કારના ટાયર, રીમ, સ્ટીયરીંગ, એક્સેલ, બ્રેક, એક્સીલેટર, એન્જીન અને બોડી સંપૂર્ણપણે બળી ગયા છે. અકસ્માત સ્થળ પર 22 ફૂટ સુધીના ટાયરના ઘસડાવાના નિશાન મળી આવ્યા છે. કાર ક્રેશ બેરિયરના 8 થાંભલા અને ડિવાઈડરની રેલિંગ વચ્ચેના ડેલિનેટર અને સ્ટ્રીટ લાઇટના પોલને તોડીને વિરુદ્ધ દિશામાં રૂરકી-દિલ્હી રોડ પર પડી હતી.


અજય શર્માએ જણાવ્યું કે જ્યારે કાર ડિવાઈડર સાથે અથડાઈને પલટી ગઈ ત્યારે તે 80 થી 100 મીટર સુધી ઢસડાઈ હતી. દરમિયાન પેટ્રોલ ટાંકીમાંથી લીકેજ થવાનું શરૂ થયું હતું. આરટીઓએ કહ્યું કે વિગતવાર તપાસમાં અકસ્માત સમયે કારની સ્પીડ અને અન્ય કારણો જાણવા મળશે. તે જ સમયે, એસપી દેહત સ્વપ્ન કિશોર સિંહે કહ્યું કે અકસ્માતનો કોઈ પ્રત્યક્ષદર્શી નથી. તેથી કાર ઓવરસ્પીડ હતી કે નહીં તે કહેવું મુશ્કેલ હશે.


આ પણ ખાસ વાંચોઃ


સુશાંત સિંહ રાજપૂતની મોત અંગે મોટો ખુલાસો! કોણે માર્યા હતા અભિનેતાની આંખ પર મુક્કા?


મોદી સરકારની  New Year Gift, 1 જાન્યુઆરીથી લાખો લોકોના ખાતામાં આવશે વધુ રૂપિયા!


નવું ટેન્શન! 1000ની નવી નોટ આવશે અને 2000ની નોટ જમા કરાવવી પડશે?