World Cup Record: એક તરફ ક્રિકેટ ચાહકો આતુરતાથી વિશ્વકપમાં ભારતના મુકાબલાની રાહ જોઈ રહ્યાં છે. બીજી તરફ ટીમ ઈન્ડિયા આજની મેચથી વર્લ્ડ કપ 2023ના પોતાના સફરની શરૂઆત કરશે. ચેન્નાઈથી ટીમ ઈન્ડિયા પોતાના વર્લ્ડ કપ સફરનો પ્રારંભ કરશે. આજે ચેન્નાઈમાં વિશ્વકપના મહામુકાબલામાં ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે ટીમ ઈન્ડિયા.  ODI વર્લ્ડ કપ-2023 માં આજે ચેન્નાઈના મેદાનમાં બપોરે 2 વાગ્યાથી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે કાંટાની ટક્કર લાઈવ જોવા મળશે. વિશ્વ કપ રમાઈ રહ્યો છે ત્યારે રેકોર્ડની વાત ના આવે એવું કઈ રીતે બને. જાણીએ એવો બેટ્સમેનો વિશે જેમણે એક જ વર્લ્ડ કપમાં ફટકાર્યા છે 600થી વધુ રન. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ક્રિકેટના વર્લ્ડકપની વાત આવે ત્યારે રેકોર્ડની પણ વાત આવે. રેકોર્ડની વાત આવે ત્યારે ક્રિકેટના ભગવાન ગણાતા સચિનની પણ વાત આવે. કારણકે, એક સમય તો એવો હતો જ્યારે ઘણાં બઘા રેકોર્ડ સચિનના જ નામે હતા. બદલાતા સમય સાથે એ રેકોર્ડમાં બીજા નામો ઉમેરાયા. જોકે, આજે પણ વિશ્વકપની મેચોની વાત કરીએ તો વર્લ્ડ કપમાં સૌથી વધુ રન ફટકારનાર ખેલાડીઓમાં સચિનનું નામ અવલ્લ છે.  


સચિન તેંડુલકરની સાથો-સાથ બીજા એવા કયા ખેલાડીઓ છે જેમણે એક જ વર્લ્ડ કપમાં 600થી વધારે રન ફટકાર્યા હોય તો આ લીસ્ટમાં ટીમ ઈન્ડિયાના બીજા એક ખતરનાક ખેલાડીનું નામ પણ સામેલ છે. કુલ અત્યાર સુધી ક્રિકેટના ઈતિહાસમાં પાંચ ખેલાડીઓ જ આ કારનામો કરી શક્યા છે. આ 5 બેટ્સમેનો એક જ વર્લ્ડકપમાં ફટકારી ચુક્યા છે 600થી વધુ રન, સચિન છે ટોપ પર...અત્યાર સુધી માત્ર 5 બેટ્સમેન એવા છે જેમણે વર્લ્ડ કપની એક જ આવૃત્તિમાં 600+ રન બનાવ્યા છે. આ યાદીમાં સચિન તેંડુલકર નંબર-1 પર છે.


નંબર-1: સચિન તેંડુલકરે વર્લ્ડ કપ 2003માં 673 રન બનાવ્યા હતા. તેણે 11 મેચમાં 61.18ની એવરેજથી રન બનાવ્યા. વર્લ્ડ કપ ઈતિહાસની એક જ આવૃત્તિમાં સૌથી વધુ રન બનાવવાના મામલે તે પ્રથમ સ્થાને છે.


નંબર-2: ઓસ્ટ્રેલિયાના મેથ્યુ હેડને વર્લ્ડ કપ 2007માં 11 મેચની 10 ઇનિંગ્સમાં 659 રન બનાવ્યા હતા. આ સમયગાળા દરમિયાન હેડનની બેટિંગ એવરેજ 73.22 હતી.


નંબર-3: આ યાદીમાં ત્રીજા નંબર પર રોહિત શર્મા છે. રોહિતે વર્લ્ડ કપ 2019માં 9 મેચની 9 ઇનિંગ્સમાં કુલ 648 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેની બેટિંગ એવરેજ 81 હતી.


નંબર-4: આ યાદીમાં ઓસ્ટ્રેલિયાના બેટ્સમેન ડેવિડ વોર્નર ચોથા સ્થાને છે. વોર્નરે વર્લ્ડ કપ 2019માં પણ 10 મેચની 10 ઇનિંગ્સમાં 647 રન બનાવ્યા હતા. અહીં વોર્નરની બેટિંગ એવરેજ 71.88 હતી.


નંબર-5: આ યાદીમાં ટોપ-5માં બાંગ્લાદેશનો શાકિબ અલ-હસન પણ સામેલ છે. શાકિબે 8 મેચની 8 ઇનિંગ્સમાં 86.57ની બેટિંગ એવરેજથી 606 રન બનાવ્યા હતા.