નવી દિલ્લીઃ આ વિસ્ફોટક બેટ્સમેનને મનાવવાનો આખી ટીમ ઈન્ડિયા પ્રયાસ કરી રહી છે. કારણ એવું છેકે, અગાઉ એક મેચ દરમિયાન સાથી ખેલાડી સાથે તેનો ઝઘડો થયો હતો. ત્યાર બાદ આખી બાજી બગડી હતી. ત્યારે હવે આ ઝધડો શાંત પાડવા માટે ટીમ પ્રયત્નો થઈ રહ્યાં હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. બરોડા ક્રિકેટ એસોસિએશન ટીમ ઈન્ડિયાના એક વિસ્ફોટક બેટ્સમેનને મનાવવામાં વ્યસ્ત છે. ટીમ ઈન્ડિયા હાલ ઈંગ્લેન્ડના પ્રવાસે છે. તે જ સમયે, ભારતની સ્થાનિક ક્રિકેટમાં ઘણા મોટા ફેરફારો જોવા મળી રહ્યા છે.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બરોડાની ટીમ આ ખેલાડીને મનાવવાનો કરી રહી છે પ્રયાસ-
ઈંગ્લેન્ડ પ્રવાસ પર ટીમ ઈન્ડિયામાં રમી રહેલા દીપક હુડ્ડા એક સમયે સ્થાનિક ક્રિકેટમાં બરોડાની ટીમ સાથે રમતા હતા. દીપકે વર્ષ 2020માં બરોડા ટીમ છોડી દીધી હતી. આ દરમિયાન એવા અહેવાલ આવ્યા હતા કે ટીમના કેપ્ટન કૃણાલ પંડ્યા અને તેમની વચ્ચે અણબનાવ થયો હતો. આ પછી દીપકે રાજસ્થાનની ટીમ માટે રમતી વખતે પણ સારું પ્રદર્શન કર્યું અને આ વર્ષે તે પહેલીવાર ટીમ ઈન્ડિયા સાથે જોડાયો.


બરોડા ક્રિકેટે કહ્યું...
બરોડા ક્રિકેટ એસોસિએશનના ચીફ એક્ઝિક્યુટિવ શિશિર હટ્ટંગડીએ આ અંગે જણાવ્યું હતું કે, “જ્યાં સુધી હું જાણું છું ત્યાં સુધી તો આ બન્ને ખેલાડીઓ વચ્ચેના મતભેદો દૂર થઈ ગયા છે. તેઓ એક જ IPL ટીમ માટે સાથે રમ્યા અને સારું પ્રદર્શન કરવામાં સફળ રહ્યા. અમે હુડ્ડાની વાપસીની રાહ જોઈ રહ્યા છીએ. અમે ખાતરીપૂર્વક કહી શકતા નથી કે તે અમારી ટીમમાં વાપસી કરશે. કારણ કે જ્યારે દીપકને ટીમની જરૂર હતી ત્યારે રાજસ્થાને તેને પોતાની ટીમમાં જગ્યા આપી હતી. અમે તેને અમારી ટીમમાં પરત લાવવા માટે અમારી તરફથી પ્રયાસ કરી રહ્યા છીએ.


આ બેટ્સમેન શાનદાર ફોર્મમાં છે-
દીપક હુડ્ડા અત્યારે સૌથી શાનદાર ફોર્મમાં ચાલી રહ્યો છે. તે IPL 2022થી સતત ટીમ ઈન્ડિયા સાથે છે. દીપક હુડ્ડાએ પણ તાજેતરમાં સદીની ઇનિંગ રમી હતી. તેમણે ભારત માટે 6 T20 મેચોમાં 68.33ની સરેરાશથી 205 રન બનાવ્યા છે. બીજી તરફ, તેની સ્થાનિક ક્રિકેટ કારકિર્દીમાં, તેણે 73 ઇનિંગ્સમાં 42.8ની સરેરાશથી 46 ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ મેચ રમીને 2908 રન બનાવ્યા છે.