નવી દિલ્લીઃ સમય આવી ગયો 2017નો બદલો લેવાનો.. ICC મહિલા ક્રિકેટ વર્લ્ડ કપની તારીખ અને સંપૂર્ણ શિડ્યુલની જાહેરાત થઈ ચૂકી છે.. ભારતની મહિલા ક્રિકેટ ટીમ મિતાલી રાજની આગેવાનીમાં વર્લ્ડ કપ પર કબજો કરવા માટે મેદાને ઉતરશે. મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ 2022ની શરૂઆત ચાર માર્ચથી થઈ રહી છે. કુલ 8 ટીમ વચ્ચે 31 મેચ યોજાશે અને એક મહિના બાદ એ જાણવા મળશે કે આખરે કોણ બનશે આ ટૂર્નામેન્ટનું વિજેતા. ટૂર્નામેન્ટની પ્રથમ મેચ ન્યૂઝીલેન્ડ અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રમાશે. તે જ સમયે, છેલ્લી રનર અપ ભારતીય ટીમ 6 માર્ચથી તેના અભિયાનની શરૂઆત કરશે. 2017માં રમાયેલા મહિલા ODI વર્લ્ડ કપની ફાઇનલમાં ભારતને ઇંગ્લેન્ડના હાથે 9 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. IPL મહિલા વર્લ્ડ કપ 2022માં, ભારત તેની પહેલી મેચ પાકિસ્તાન સામે રમશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મિતાલી રાજની આગેવાનીમાં ટીમ ઈન્ડિયા 21 દિવસમાં 7 ટીમો સામે 7 મેચ રમશે. ટીમ ઈન્ડિયા લાંબા સમયથી ન્યૂઝીલેન્ડમાં છે અને ત્યાંની પરિસ્થિતિઓને અનુરૂપ થવાનો પ્રયાસ કરી રહી છે. વર્લ્ડ કપ પહેલા ભારતે યજમાન ટીમ સાથે 5 વન-ડે મેચોની શ્રેણી રમી હતી. જોકે, તેઓ શ્રેણી 1-4થી હારી ગયા હતા. ભલે ટીમ ઈન્ડિયાને શ્રેણીમાં કારમી હારનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ વર્લ્ડ કપમાં પ્રવેશતા પહેલા ટીમને તેમની ખામીઓ વિશે જાણી નવી તૈયારીઓ કરી રહી છે.


જાણો મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ 2022નું સંપૂર્ણ શિડ્યુલ:


તારીખ મેચ સમય:


4 માર્ચ, 2022 ન્યૂઝીલેન્ડ V/s વેસ્ટઈન્ડીઝ 06:30 am


5 માર્ચ, 2022 બાંગ્લાદેશ V/s સાઉથ આફ્રિકા 03:30 am


5 માર્ચ, 2022 ઓસ્ટ્રેલિયા V/s ઈંગ્લેન્ડ 06:30 am


6 માર્ચ, 2022 ભારત V/s પાકિસ્તાન 06:30 am


7 માર્ચ, 2022 ન્યૂઝીલેન્ડ V/s બાંગ્લાદેશ 03:30 am


8 માર્ચ, 2022 ઓસ્ટ્રેલિયા V/s પાકિસ્તાન 06:30 am


9 માર્ચ, 2022 વેસ્ટઈન્ડીઝ V/s ઈંગ્લેન્ડ 03:30 am


10 માર્ચ, 2022 ભારત V/s ન્યૂઝીલેન્ડ 06:30 am


11 માર્ચ, 2022 પાકિસ્તાન V/s સાઉથ આફ્રિકા 06:30 am


12 માર્ચ, 2022 ભારત V/s વેસ્ટઈન્ડીઝ 06:30 am


13 માર્ચ, 2022 ન્યૂઝીલેન્ડ V/s ઓસ્ટ્રેલિયા 03:30 am


14 માર્ચ, 2022 પાકિસ્તાન V/s બાંગ્લાદેશ 03:30 am


14 માર્ચ, 2022 સાઉથ આફ્રિકા V/s ઈંગ્લેન્ડ 06:30 am


15 માર્ચ, 2022 ઓસ્ટ્રેલિયા V/s વેસ્ટઈન્ડીઝ 03:30 am


16 માર્ચ, 2022 ઈંગ્લેન્ડ V/s ભારત 06:30 am


17 માર્ચ, 2022 ન્યૂઝીલેન્ડ V/s સાઉથ આફ્રિકા 0630 am


18 માર્ચ, 2022 બાંગ્લાદેશ V/s વેસ્ટઈન્ડીઝ 03:30 am


19 માર્ચ, 2022 ભારત V/s ઓસ્ટ્રેલિયા 06:30 am


20 માર્ચ, 2022 ન્યૂઝીલેન્ડ V/s ઈંગ્લેન્ડ 03:30 am


21 માર્ચ, 2022 વેસ્ટઈન્ડીઝ V/s પાકિસ્તાન 06:30 am


22 માર્ચ, 2022 સાઉથ આફ્રિકા V/s ઓસ્ટ્રેલિયા 03:30 am


22 માર્ચ, 2022 ભારત V/s બાંગ્લાદેશ 06:30 am


24 માર્ચ, 2022 સાઉથ આફ્રિકા V/s વેસ્ટઈન્ડીઝ 03:30 am


24 માર્ચ, 2022 ઈંગ્લેન્ડ V/s પાકિસ્તાન 06:30 am


25 માર્ચ, 2022 બાંગ્લાદેશ V/s ઓસ્ટ્રેલિયા 03:30 am


26 માર્ચ, 2022 ન્યૂઝીલેન્ડ V/s પાકિસ્તાન 03:30 am


27 માર્ચ, 2022 ઈંગ્લેન્ડ V/s બાંગ્લાદેશ 03:30 am


27 માર્ચ, 2022 ભારત V/s સાઉથ આફ્રિકા 06:30 am


30 માર્ચ, 2022 પહેલી સેમિફાઈનલ 03:30 am


31 માર્ચ, 2022 બીજી સેમિફાઈનલ 06:30 am


3 એપ્રિલ, 2022 ફાઈનલ 06:30 am