Sara lee Death: WWE સ્ટાર સારા લીનું નિધન, 30 વર્ષની ઉંમરમાં દુનિયાને કહી દીધું અલવિદા
WWEની પૂર્વ રેસલર સારા લીનું 30 વર્ષની ઉંમરમાં નિધન થઈ ગયું. સારાના નિધનના સમાચાર તેની માતાએ સોશિયલ મીડિયા દ્વારા આપ્યા. સારા લીના સમાચાર સાંભળ્યા પછી WWE સિવાય એલેક્સા બ્લિસ, બૈક લિંચ અને મિક ફોલી જેવા સ્ટાર્સે સોશિયલ મીડિયા દ્વારા દુખ વ્યક્ત કર્યુ.
નવી દિલ્લી: રમત જગત માટે એક અત્યંત દુ:ખદ સમાચાર સામે આવ્યા છે. વર્લ્ડ રેસલિંગ એન્ટરટેઈનમેન્ટની પૂર્વ રેસલર સારા લીનું નિધન થયું છે. તેની ઉંમર માત્ર 30 વર્ષની હતી. સારાના નિધનના સમાચાર તેની માતાએ સોશિયલ મીડિયા દ્વારા આપ્યા. તેના પછી તેના ફેન્સ ઘણા શોકમાં છે. સારાની માતાએ પોતાની પોસ્ટમાં માત્ર નિધનની માહિતી આપી છે. પરંતુ સારાનું નિધન કેવી રીતે થયું તેના વિશે કોઈ માહિતી આપી નથી. સારા લીના સમાચાર સાંભળ્યા પછી WWE સિવાય એલેક્સા બ્લિસ, બૈક લિંચ અને મિક ફોલી જેવા સ્ટાર્સે સોશિયલ મીડિયા દ્વારા દુખ વ્યક્ત કર્યુ.
સારા લીએ 2016માં કરી હતી છેલ્લી ફાઈટ:
WWEમાં સારા લીએ લગભગ એક વર્ષ સુધી ફાઈટ કરી હતી. તે 2016માં એક લાઈવ ઈવેન્ટ દરમિયાન હીલ પ્રોમો આપતી જોવા મળી હતી. તેના કેટલાંક દિવસ પછી જાન્યુઆરીમાં સારા લીએ સિક્સ-વિમેન્સ ટેગ ટીમ મેચમાં પોતાનું ઈન-રિંગ ડેબ્યુ કર્યુ હતું. આ દરમિયાન આ શોમાં મેન્ડી રોઝે પણ ભાગ લીધો હતો.
WWEની રિયાલિટી સિરીઝની વિજેતા રહી:
સારા લી WWEની રિયાલિટી સિરીઝ ટફ ઈનફની સિઝન-6ની વિજેતા રહી છે. 2016માં તેણે છેલ્લી મેચ રમી હતી. આ દરમિયાન ઓગસ્ટમાં સારા લીએ ડબલ્સ મુકાબલો રમ્યો હતો. સારા લીની જોડીદાર લિવ મોર્ગન હતી. ત્યારે આ બંનેનો મુકાબલો આલિયા અને બિલી સાથે થયો હતો.
સોશિયલ મીડિયા સેન્સેશન પણ હતી સારા:
આ ફાઈટ પછી સારા લી ઈન્ડિપેન્ડન્ટ સર્કિટમાં પાછી આવી ગઈ હતી. તેને WWEએ રિલીઝ કરી દીધી હતી. સારા લી દમદાર રેસલરની સાથે એક ખૂબસૂરત ચહેરો પણ હતી. તેણે પોતાના ઈન્સ્ટાગ્રામ પર પોતાના ઈન્ટ્રોમાં NXT-WWE સુપરસ્ટાર લખી દીધું હતું. તેની નીચે તેણે એ પણ જણાવ્યું હતું કે તે રિયાલિટી સિરીઝ ટફ ઈનફ-6ની વિનર પણ રહી છે. સારા લી એક સોશિયલ મીડિયા સેન્સેશન પણ હતી. તેના ફોટોઝ અને વીડિયોઝ સતત વાયરલ થતા રહેતા હતા. જણાવી દઈએ કે સારા લીએ પાંચ વર્ષ પહેલાં પૂર્વ WWE સ્ટાર વેઝ્લી બ્લેક સાથે લગ્ન કર્યા હતા. સારા લીએ 30 ડિસેમ્બર 2017માં લગ્ન કર્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube