ચેન્નઈ: IPLની 14મી સીઝન પહેલાં થનારી હરાજીમાં અનેક વાત થઈ રહી હતી. જેમાં સૌથી વધારે ચર્ચા દિગ્ગજ બેટ્સમેન સચિન તેંડુલકરના પુત્ર અર્જુનને લઈને હતી. દરેકની નજર એ વાત પર હતી કે આખરે  કઈ ટીમ આ ખેલાડીને ખરીદશે અને કેટલી બોલી લાગશે. ગુરુવારે આઈપીએલના મિની ઓક્શનમાં 291 ખેલાડીઓની બોલી લગાવવામાં આવી. ટુર્નામેન્ટના ઓક્શનમાં પહેલીવાર સામેલ થયેલા અર્જુનનું નામ સૌથી છેલ્લે આવ્યું. લાંબા સમય પછી જ્યારે આ ઓલરાઉન્ડરનું નામ આવ્યું તો આશા પ્રમાણે મુંબઈ ઈન્ડિયન્સની ટીમે તેના માટે બોલી લગાવી. અર્જુનનું નામ આવતાની સાથે જ ઝાહીર ખાને બેટિંગ બેટ ઉઠાવ્યું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

20 લાખની બેસ પ્રાઈઝમાં વેચાયો અર્જુન:
અર્જુનને પહેલીવાર આઈપીએલની હરાજીમાં સામેલ થવાની યોગ્યતા હાંસલ થઈ. તેને આ વર્ષે સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં મુંબઈની ટીમ તરફથી રમવાની તક મળી હતી. આ મેચને રમ્યા પછી જ અર્જુને હરાજીમાં સામેલ  થવાની યોગ્યતા મળી હતી. 21 વર્ષના આ ખેલાડી પર તમામની નજર રહેશે.

IPL 2021: આ ખેલાડીઓ પર મન મૂકીને વરસ્યા 'લક્ષ્મીજી', કરોડોમાં લાગી બોલી


મુંબઈ અર્જુનની હોમ ટીમ:
ઝડપી બોલિંગ અને બેટ્સમેનનો વિકલ્પ લઈને ટીમની સાથે જોડાનારા  અર્જુનને તક મળશે તો તે હોમ ટીમ તરફથી રમતો જોવા મળશે. અર્જુનનો જન્મ મુંબઈમાં થયો છે અને તે મુંબઈની ટીમ તરફથી રમતો આવ્યો છે. પિતા સચિન તેંડુલકરે 2013માં મુંબઈ ઈન્ડિયન્સ પહેલીવાર ચેમ્પિયન બન્યા પછી નિવૃતિની જાહેરાત કરી હતી. તેના પછીથી સચિન ટીમની સાથે મેન્ટોર તરીકે કામ કરી રહ્યો છે. પિતાની સાથે અર્જુન પણ ટીમની પ્રેક્ટિસમાં જતો-આવતો હતો.

Diya Mirza Love Story: 11 વર્ષનો સાથ, 5 વર્ષમાં લગ્ન તૂટ્યા- જાણો દીયા મિર્ઝાની ફર્સ્ટ લવ સ્ટોરી


મુશ્તાક અલી ટ્રોફીમાં શાનદાર પ્રદર્શન કર્યું:
અર્જુને આ વર્ષે મુશ્તાક અલી ટી-20 ટ્રોફીમાં ડેબ્યુ કર્યું હતું. હાલમાં તેણે MIG ક્રિકેટ ક્લબ સાથે રમતાં 31 બોલમાં અણનમ 77 રન બનાવ્યા હતા. સાથે જ 3 વિકેટ પણ ઝડપી હતી.  

Shweta Trending: અરે, શ્વેતા આ શું કહી દીધું! મીટિંગની વાતચીત થઇ લીક, ટ્વિટર પર થવા લાગી ટ્રેંડ


અર્જુનના પિતા 4 સીઝન મુંબઈના કેપ્ટન રહ્યા:
સચિન તેંડુલકર લાંબા સમય સુધી મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન રહ્યા. તે લગભગ 4 સીઝન સુધી ટીમનો કેપ્ટન રહ્યા. જોકે તે પોતાની કેપ્ટનશીપમાં મુંબઈને આઈપીએલની ટ્રોફી અપાવી શક્યા નહીં.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube