લંડનઃ શ્રીલંકા મેચ ફિક્સિંગ સાથે જોડાયેલા મામલાને ગુનાઓની શ્રેણીમાં લાવનાર પ્રથમ દક્ષિણ એશિયન દેશ બની ગયો છે. તેની સંસદે ''રમત સંબંધિત ગુનાઓનું નિવારણ'' સાથે જોડાયેલા એક બિલને પાસ કરી દીધું છે. આ બિલ પાસ થયા બાદ શ્રીલંકામાં મેચ ફિક્સિંગને ગુનો માનવામાં આવશે. મેચ ફિક્સિંગ અને ભ્રષ્ટાચાર સાથે જોડાયેલો આ નવો કાયદો દરેક રમત પર લાગૂ થશે. માનવામાં આવી રહ્યું છે કે હાલમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (આઈસીસી)ના એન્ટી કરપ્શન યૂનિટ દ્વારા શ્રીલંકામાં મેચ ફિક્સિંગ સાથે જોડાયેલા મામલાની તપાસ કરવામાં આવી હતી. આ તપાસને કારણે આ બિલનો ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવ્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એક ક્રિકેટ વેબસાઇટના હવાલાથી તે જાણકારી સામે આવી છે કે આ કાયદા હેઠળ જો કોઈ વ્યક્તિ રમતમાં ભ્રષ્ટાચારનો દોષી સાબિત થાય છે તો તેને 10 વર્ષની સજા થઈ શકે છે. આ સિવાય તેણે મોટો દંડ ભરવો પડશે. આ કાયદાની અંદર મેચ ઓફિસરની સાથે પિચ ક્યૂરેટર પણ આવશે. જો પિચ ક્યૂરેટર સટ્ટાખોરો પ્રમાણે પિચ તૈયાર કરવામાં દોષી ઠરે તો તેણે પણ જેલ જવું પડશે. 


એન્ટી કરપ્શન યૂનિટની સાથે મળીને ખેલ મંત્રાલયે ડ્રાફ્ટ તૈયાર કર્યો 
શ્રીલંકાના ખેલ પ્રધાન હરિન ફર્નાન્ડોએ આ બિલને સંસદમાં રજૂ કર્યું હતું. જેનું પૂર્વ કેપ્ટન અર્જુન રણતુંગાએ સંસદમાં સમર્થન કર્યું હતું. અર્જુન રણતુંગા સરકારમાં કેબિનેટ મંત્રી છે. ખેલ મંત્રાલયે બિલનો ડ્રાફ્ટ તૈયાર કરવા દરમિયાન આઈસીસીની એસીયૂની સાથે મળીને કામ કર્યું હતું. 

AFG vs WI: મેદાન પર પોલાર્ડની આ હરકત જોઈને હસવા લાગ્યા અમ્પાયર, જુઓ Video


સટ્ટાબાજો દ્વારા સંપર્ક કરવાની જાણકારી છુપાવવી પડશે ભારે
આ બિલમાં તે લોકો વિરુદ્ધ પણ કડક કાર્યવાહીની જોગવાઈ છે, જે સટ્ટાબાજો દ્વારા સંપર્ક કર્યા બાદ પણ જાણકારી છુપાવશે.  તેનો મતલબ છે કે શ્રીલંકન ક્રિકેટરોએ સટ્ટાબાજ દ્વારા સંપર્ક કરવાની સ્થિતિમાં જાણકારી ન માત્ર એસીયૂને આપવી પડશે, પરંતુ સરકાર દ્વારા નિયુક્ત સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન યૂનિટને પણ જણાવવી પડશે. આ તે માટે મહત્વનું છે, કારણ કે હાલમાં ભ્રષ્ટાચારના મામલામાં આઈસીસીએ બાંગ્લાદેશના ઓલરાઉન્ડર શાકિબ અલ હસન પર બે વર્ષનો પ્રતિબંધ લગાવી દીધો હતો. તેણે સટ્ટાબાજ દ્વારા સંપર્ક કરવાની જાણકારી એસીયૂથી છુપાવી હતી. 


સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube