AFG vs WI: મેદાન પર પોલાર્ડની આ હરકત જોઈને હસવા લાગ્યા અમ્પાયર, જુઓ Video

મેન ઓફ ધ મેચ હોપે 145 બોલ પર 109 રન બનાવ્યા હતા. વેસ્ટ ઈન્ડિઝે છેલ્લે વર્ષ 2014મા બાંગ્લાદેશ વિરુદ્ધ ક્લીન સ્વીપ કરી હતી. વિશ્વકપમાં શરૂ થયેલું બાંગ્લાદેશનું નિરાશાજનક પ્રદર્શન આ સિરીઝમાં પણ જોવા મળ્યું હતું. 
 

AFG vs WI: મેદાન પર પોલાર્ડની આ હરકત જોઈને હસવા લાગ્યા અમ્પાયર, જુઓ Video

લખનઉઃ કેરેબિયન દિગ્ગજ ઓલરાઉન્ડર કાયરન પોલાર્ડ લાંબી-લાંબી સિક્સ ફટકારવા સિવાય પોતાના ખાસ હ્યૂમર માટે જાણીતો છે. અફઘાનિસ્તાન વિરુદ્ધ સોમવારે રમાયેલી વનડે સિરીઝની ત્રીજી મેચમાં પણ કંઇક આમ થયું તો દર્શકો અને અમ્પાયર પોતાનું હાસ્ય ન રોકી શક્યા. વાત માત્ર આટલી નથી. પોલાર્ડે પોતાની ટીમ માટે એક રન બચાવ્યો અને સાથે અમ્પાયરને પોતાનો નિર્ણય બદલવા માટે મજબૂર કર્યાં હતા.

હકીકતમાં, કેપ્ટન પોલાર્ડ 25મી ઓવર કરવા આવ્યો હતો. સામે અસગર અફઘાન 9 રન પર બેટિંગ કરી રહ્યો હતો. પ્રથમ બોલર ફેકવા માટે તે દોડ્યો અને એક્શન પણ આવી કરી, પરંતુ બાદમાં બોલ હાથમાથી છોડ્યો નહીં. બોલ ડેડ બોલ કરાવવામાં આવ્યો. અહીં રસપ્રદ વાત છે કે પોલાર્ડ બોલ ફેંકવા માટે આગળ વધ્યો તો તેનો ફ્રન્ટ ફુટ ક્રીઝથી બહાર ચાલ્યો ગયો હતો અને બોલ નો-બોલ હતો. આ સમયે ફીલ્ડ અમ્પાયરે જોરથી નો-બોલ કહ્યું. 

પોલાર્ડે અવાજ સાંભળતા બોલ ન કરવાનો નિર્ણય કર્યો અને પોતાનો હાથ રોકી લીધો હતો. પછી શું હતું હસ્તા હસ્તા અમ્પાયરે તેને ડેડ બોલ જાહેર કરવો પડ્યો હતો. અમ્પાયરના આ નિર્ણય બાદ કોમેન્ટ્રેટર પણ હસવા લાગ્યા હતા. રિપ્લેમાં પણ જોવા મળ્યું કે, પોલાર્ડનો પગ ક્રીઝની બહાર હતો અને જો તે બોલ કરત તો નો-બોલ હોત. તેનો વીડિયો ટ્વીટર પર વાયરલ થઈ રહ્યો છે. 

— RedBall_Cricket (@RedBall_Cricket) November 11, 2019

ઉલ્લેખનીય છે કે ઓપનિંગ બેટ્સમેન શાઈ હોપની શાનદાર સદીની મદદથી વેસ્ટ ઈન્ડિઝે અફઘાનિસ્તાનને ત્રીજી અને અંતિમ વનડેમાં 5 વિકેટથી હરાવીને સિરીઝ 3-0થી જીતી હતી. વર્ષ 2014 બાદ પ્રથમવાર વનડે સિરીઝમાં ક્લીન કરવાના ઈરાદા સાથે ઉતરેલી વેસ્ટ ઈન્ડિઝે એવિન લેવિસ (1) અને શિમરોન હેટમાયર (0)ની વિકેટ ત્રીજી ઓવરમાં ગુમાવી દીધી હતી. ત્યારબાદ હોપે સદી ફટકારીને ટીમને જીત અપાવી હતી. 

મેન ઓફ ધ મેચ હોપે 145 બોલ પર 109 રન બનાવ્યા હતા. વેસ્ટ ઈન્ડિઝે છેલ્લે વર્ષ 2014મા બાંગ્લાદેશ વિરુદ્ધ ક્લીન સ્વીપ કરી હતી. વિશ્વકપમાં શરૂ થયેલું બાંગ્લાદેશનું નિરાશાજનક પ્રદર્શન આ સિરીઝમાં પણ જોવા મળ્યું હતું. 

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news