નવી દિલ્હી: શ્રીલંકાના બીજી અને છેલ્લી ટેસ્ટ મેચના પાંચમા દિવસે શુક્રવારે વેસ્ટઈન્ડિઝને 164 રનથી હરાવીને બે મેચોની સીરિઝને 2-0થી ક્લીન સ્વીપ કરી. તેની સાથે શ્રીલંકાએ આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઈન્ટ ટેબલમાં પોતાની સ્થિતિ વધુ મજબૂત કરી લીધી છે. શ્રીલંકા 100 ટકા પરસેન્ટેજ ઓફ પોઈન્ટ્સના હિસાબે ટોપ પર છે. ભારત ત્રીજા નંબરે સરકી ગયું છે. પાકિસ્તાનને ટીમ ઈન્ડિયાનું સ્થાન લઈ લીધું છે અને તે ટોપ 2માં પહોંચી ગયું છે. ભારત અને ન્યૂઝીલેન્ડની વચ્ચે બે મેચોની ટેસ્ટ સીરીઝ પણ ડબ્લ્યૂટીસીનો ભાગ છે. પહેલી ટેસ્ટ ડ્રો થઈ હતી. ભારતના અત્યારે 30 પોઈન્ટ છે.


ટીમ ઈન્ડિયાએ અત્યાર સુધી ડબ્લ્યૂટીસી હેઠળ કુલ 5 ટેસ્ટ મેચ રમી છે, જેમાંથી બેમાં જીત અને એકમાં હારનો સામનો કરવો પડ્યો છે, જ્યારે 2 ટેસ્ટ ડ્રો રહી છે. વેસ્ટઈન્ડિઝને ટેસ્ટ મેચ જીતવા માટે 197 રન જોઈતા હતા, પરંતુ વેસ્ટઈન્ડિઝની ટીમ 56.1 ઓવરમાં 132 રન પર ઓલઆઉટ થઈ ગઈ. શ્રીલંકા તરફથી ઈમ્બુલદેનિયાએ 35 રન આપીને 5 વિકેટ અને રમેશ મેન્ડિસે 65 રન આપીને પાંચ વિકેટ લીધી. મેન્ડિસે પહેલી ઈનિંગમાં 70 રન આપીને 6 વિકેટ લીધી હતી. મેશને આખી સીરિઝમાં 15 વિકેટ લીધી હોવાના કારણે પ્લેયર ઓફ ધ સીરિઝ તરીકે પસંદગી કરવામાં આવી. જ્યારે ધનંજય સિલ્વાને બીજી ઈનિંગમાં અણનમ સદી માટે પ્લેયર ઓફ ધ મેચ પુરસ્કાર આપવામાં આવ્યો હતો.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube