કોલંબોઃ શ્રીલંકન ક્રિકેટ ટીમે શાનદાર પ્રદર્શન કરતા ત્રીજી વનડે મેચમાં ટીમ ઈન્ડિયાને 110 રને કારમો પરાજય આપ્યો છે. આ સાથે શ્રીલંકાએ 1997 બાદ ભારત સામે વનડે સિરીઝ જીતી છે. રોહિત શર્માની ટીમનો સ્પિનરો સામે ધબડકો થયો હતો. ત્રણ મેચની વનડે સિરીઝમાં ભારતીય બેટરો સ્પિનરોનો સામનો કરી શક્યા નહીં. ત્રીજી વનડેની વાત કરવામાં આવે તો પ્રથમ બેટિંગ કરતા શ્રીલંકાએ 50 ઓવરમાં 7 વિકેટે 248 રન બનાવ્યા હતા. જેની સામે ભારતીય ટીમ માત્ર 138 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આ જીત સાથે શ્રીલંકાએ ત્રણ મેચની વનડે સિરીઝ 2-0થી કબજે કરી છે. પ્રથમ વનડે ટાઈ રહી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ટીમ ઈન્ડિયાના બેટરો રહ્યાં ફ્લોપ
ભારતના મોટા ભાગના બેટરો શ્રીલંકા સામે વનડે સિરીઝમાં નિષ્ફળ રહ્યાં છે. રોહિત શર્માએ જરૂર ટીમને સારી શરૂઆત અપાવવાનો પ્રયાસ કર્યો. તેણે 20 બોલમાં 6 ચોગ્ગા અને 1 સિક્સ સાથે 35 રન બનાવ્યા હતા. શુભમન ગિલ 6 રન બનાવી આઉટ થયો હતો. વિરાટ કોહલી 20 રન બનાવી આઉટ થયો હતો. તેણે 18 બોલનો સામનો કરતા 4 ચોગ્ગા ફટકાર્યા હતા. રિષભ પંત 6 રન બનાવી પેવેલિયન પરત ફર્યો હતો. શ્રેયસ અય્યરે 8, અક્ષર પટેલે 2 અને રિયાન પગારે 15 રન બનાવ્યા હતા. 


આ પણ વાંચોઃ 'પાણીમાં કંઈક ભેળવીને પીવળાવી ન દે.. વિનેશે જ્યારે વ્યક્ત કરી હતી ષડયંત્રની આશંકા


શ્રીલંકા માટે ફર્નાન્ડોનું દમદાર પ્રદર્શન
શ્રીલંકાએ પ્રથમ બેટિંગ કરતા 50 ઓવરમાં 7 વિકેટના નુકસાને 248 રન બનાવ્યા હતા. આ દરમિયાન અવિષ્કા ફર્નાન્ડોએ કમાલની બેટિંગ કરી હતી. તેણે 102 બોલનો સામનો કરતા 96 રન ફટકાર્યા હતા. ફર્નાન્ડોએ પોતાની ઈનિંગમાં 9 ચોગ્ગા અને બે સિક્સ ફટકારી હતી. પથુમ નિસંકાએ 45 રનનું યોગદાન આપ્યું હતું. તેણે 5 ચોગ્ગા અને બે સિક્સ ફટકારી હતી. તો કુસલ મેન્ડિસે 4 ચોગ્ગા સાથે 59 રન બનાવ્યા હતા. અંતમાં કમિન્ડુ મેન્ડિસ 23 રન બનાવી અણનમ રહ્યો હતો. 


ભારત માટે રિયાન પગારે ઝડપી 3 વિકેટ
ભારત માટે રિયાન પગારે સૌથી વધુ વિકેટ લીધી હતી. તેણે 9 ઓવરમાં 54 રન આપી ત્રણ બેટરોને આઉટ કર્યાં હતા. કુલદીપ યાદવે 10 ઓવરમાં 36 રન આપી એક વિકેટ લીધી હતી. તો વોશિંગટન સુંદર અને મોહમ્મદ સિરાજને એક-એક વિકેટ મળી હતી.