કોલંબોઃ શ્રીલંકાના વિકેટકીપર બેટ્સમેન કુસલ મેન્ડિસ  (Kusal Mendis)ની કાર દુર્ઘટનાના મામલામાં રવિવારે પોલીસે ધરપકડ કરી લીધી છે. મેન્ડિસ પર આરોપ છે કે તેની ગાડીએ કોલંબોના ઉપનગર પનાદુરામાં સવારે 64 વર્ષના એક વ્યક્તિને ટક્કર મારી દીધી ત્યારબાદ હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેનું મોત થઈ ગયું હતું. મૃતક પનાદુરા વિસ્તારનો નિવાસી હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રિપોર્ટ પ્રમાણે કુસલ મેન્ડિસને આગામી 48 કલાક દરમિયાન મેજિસ્ટ્રેટની સમક્ષ રજૂ કરવામાં આવશે. મેન્ડિસ રાષ્ટ્રીય ટીમનો સભ્ય હતો, જેણે કોરોના વાયરસ (Coronavirus) લૉકડાઉન બાદ 12 દિવસની પોતાની ટ્રેનિંગ શરૂ કરી છે. 25 વર્ષના વિકેટકીપર બેટ્સમેન મેન્ડિસે શ્રીલંકાની ટીમ માટે અત્યાર સુધી 44 ટેસ્ટ અને 76 વનડે મેચ રમી છે. 


સચિનને આઉટ કરવા માટે થતું હતું જબરદસ્ત પ્લાનિંગ, નાસિર હુસૈનનો ખુલાસો


કોરોના મહામારીને કારણે ભારતનો શ્રીલંકાનો પ્રવાસ પણ રદ્દ કરી દેવામાં આવ્યો હતો. પરંતુ શ્રીલંકાની ટીમે પ્રેક્ટિસ શરૂ કરવાનો નિર્ણય લીધો હતો. મેન્ડિસે વર્ષ 2015માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પર્દાપણ કર્યું હતું. ટેસ્ટમાં તેણે 7 સદી અને 11 અડધી સદી ફટકારી છે. તો વનડે ક્રિકેટમાં તેના નામે 2 સદી અને 17 અડધી સદી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર