સચિનને આઉટ કરવા માટે થતું હતું જબરદસ્ત પ્લાનિંગ, નાસિર હુસૈનનો ખુલાસો

ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન નાસિર હુસેને શનિવારે કહ્યું કે સચિન તેન્ડુલકર અને તેમની 'શાનદાર ટેક્નિક' ના કારણે તેમની ટીમે માત્ર આ મહાન ભારતીય બેટ્સમેનને આઉટ કરવાની રણનીતિ બનાવવા માટે અનેક બેઠકો કરવી પડતી હતી. તેન્ડુલકરે 2013માં સન્યાસ લેતા પહેલા બે દાયકા સુધી ભારતીય ક્રિકેટમાં દબદબો બનાવી રાખ્યો હતો. જેમા તેમના નામે બેટિંગના અનેક રેકોર્ડ બન્યા જેમાંથી ટેસ્ટ અને વનડેમાં સૌથી વધુ રન બનાવવા ઉપરાંત સૌથી વધુ આંતરરાષ્ટ્રીય સદીઓ કરવાનો રેકોર્ડ પણ સામેલ છે. 
સચિનને આઉટ કરવા માટે થતું હતું જબરદસ્ત પ્લાનિંગ, નાસિર હુસૈનનો ખુલાસો

નવી દિલ્હી: ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન નાસિર હુસેને શનિવારે કહ્યું કે સચિન તેન્ડુલકર અને તેમની 'શાનદાર ટેક્નિક' ના કારણે તેમની ટીમે માત્ર આ મહાન ભારતીય બેટ્સમેનને આઉટ કરવાની રણનીતિ બનાવવા માટે અનેક બેઠકો કરવી પડતી હતી. તેન્ડુલકરે 2013માં સન્યાસ લેતા પહેલા બે દાયકા સુધી ભારતીય ક્રિકેટમાં દબદબો બનાવી રાખ્યો હતો. જેમા તેમના નામે બેટિંગના અનેક રેકોર્ડ બન્યા જેમાંથી ટેસ્ટ અને વનડેમાં સૌથી વધુ રન બનાવવા ઉપરાંત સૌથી વધુ આંતરરાષ્ટ્રીય સદીઓ કરવાનો રેકોર્ડ પણ સામેલ છે. 

હુસૈને યાદ કરતા કહ્યું કે જ્યારે હું સર્વકાલિક બેટ્સમેનોની વાત કરું છું તો સચિન તેન્ડુલકરની ટેક્નિક શાનદાર હતી. જ્યારે હું ઈંગ્લેન્ડનો કેપ્ટન હતો તો અમે ફક્ત તેન્ડુલકરને આઉટ કરવાની ચર્ચા કરવા માટે કેટલી બેઠકો કરતા હતાં તે પણ યાદ નથી. તેઓ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદના પોડકાસ્ટ 'ક્રિકેટ ઈનસાઈડ આઉટ'ના તાજા એપિસોડ પર ઈયાન બિશપ અને એલમા સ્મિત સાથે વાત કરી રહ્યાં હતાં. 

હુસૈને કહ્યું કે મારા માટે સમગ્ર દુનિયામાં તમામ ભાગોમાં રણ બનાવવા ટેક્નિક છે અને હું તેને પસંદ કરુ છું. જે સહજ ઢબે રમે છે અને બોલને બેટ પર આવવા દે છે. મારા હિસાબે કેન વિલિયમસન પાસે હાલના દોરમાં સૌથી સારી ટેક્નિક છે. તેઓ બોલને સહજ ઢબે મોડેથી રમી શકે છે. ટી20 ક્રિકેટના કારણે ખેલાડીઓ વર્તમાનમાં ખુબ આક્રમકતાથી રમે છે. વિલિયમસન તમામ ત્રણેય ફોર્મેટમાં સારુ રમી શકે છે અને પ્રત્યેક મુજબ પોતાની રમતને બદલી શકે છે. 

— Sachin Tendulkar (@sachin_rt) November 7, 2014

બિશપે પણ કહ્યું કે તેમણે પોતાની કરિયરમાં જેટલા પણ બેટ્સમેનો સામે બોલિંગ કરી તેમાં તેન્ડુલરની સામે બોલિંગ કરવી ખુબ કપરું હતું. તેમણે કહ્યું કે 'મે મારા કરિયરમાં જે પણ બેટ્સમેનો સામે બોલિંગ કરી તેમાંથી સચિન તેન્ડુલકર એક એવા હતાં કે જેમની સામે બોલિંગ કરવી ખુબ મુશ્કેલ રહેતું હતું. તેઓ હંમેશા 'સ્ટ્રેટ લાઈન'માં હિટ કર્યા કરતા હતાં.'

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news