ભેંસોને દોડાવીને પોપ્યુલર બની જનાર શ્રીનિવાસે ઠુકરાવી દીધી ખેલ મંત્રીની ઓફર...
![ભેંસોને દોડાવીને પોપ્યુલર બની જનાર શ્રીનિવાસે ઠુકરાવી દીધી ખેલ મંત્રીની ઓફર... ભેંસોને દોડાવીને પોપ્યુલર બની જનાર શ્રીનિવાસે ઠુકરાવી દીધી ખેલ મંત્રીની ઓફર...](https://gujarati.cdn.zeenews.com/gujarati/sites/default/files/styles/zm_500x286/public/2020/02/18/253795-510914-srinivasa-gowda-pti-1702202.jpg?itok=vO7L8kxm)
કર્ણાટકમાં ભેંસોને દોડાવીને રેકોર્ડ બનાવનાર શ્રીનિવાસ ગૌડા (Srinivasa Gowda) હાલ ફરીથી ચર્ચામાં છે. સોશિયલ મીડિયા પર હવે તેમનો વીડિયો વાયરલ થવા લાગ્યો છે. લોકો તેને ભારતનો ઉસૈન બોલ્ટ કહી રહ્યા છે. જેના બાદ ખેલ મંત્રી કિરણ રિજીજુ (Kiren Rijiju) એ આ બાબતની નોઁધ લીધી હતી અને સ્પોર્ટસ ઓથોરિટી ઈન્ડિયાના ટ્રાયલમાં તેને આમંત્રણઆ આપ્યું હતું. પરંતુ ગૌડાએ આ ટ્રાયલમાં ભાગ લેવાની સ્પષ્ટ ના પાડી હતી.
ઝી મીડિયા/બ્યૂરો :કર્ણાટકમાં ભેંસોને દોડાવીને રેકોર્ડ બનાવનાર શ્રીનિવાસ ગૌડા (Srinivasa Gowda) હાલ ફરીથી ચર્ચામાં છે. સોશિયલ મીડિયા પર હવે તેમનો વીડિયો વાયરલ થવા લાગ્યો છે. લોકો તેને ભારતનો ઉસૈન બોલ્ટ કહી રહ્યા છે. જેના બાદ ખેલ મંત્રી કિરણ રિજીજુ (Kiren Rijiju) એ આ બાબતની નોઁધ લીધી હતી અને સ્પોર્ટસ ઓથોરિટી ઈન્ડિયાના ટ્રાયલમાં તેને આમંત્રણઆ આપ્યું હતું. પરંતુ ગૌડાએ આ ટ્રાયલમાં ભાગ લેવાની સ્પષ્ટ ના પાડી હતી.
‘માસિક ધર્મવાળી પત્નીના હાથે જમવાથી પતિ કૂતરીનો અવતાર પામશે...’
ગૌડાનો વીડિયો વાયરલ થતા જ તે ખેલ મંત્રીના ધ્યાન આવ્યો હતો. ખેલ મંત્રીને ગૌડામાં ઓલિમ્પિકની શક્યતાઓ દેખાવા લાગી હતી. ગૌડાએ પારંપરિક ખેલ કંબાલા રેસમાં 145 મીટરનું અંતર માત્ર 13.62 સેકન્ડમાં પાર કર્યું હતું. આ કંબાલા રેસ નવો રેકોર્ડ બની ગયો હતો. ઉલ્લેખનીય છે કે, કંબાલા રેસ દરમિયાન શ્રીનિવાસનની તેજ રફ્તાર દુનિયાની સામે આવી હતી. તે વર્લ્ડના શ્રેષ્ઠ રનર ઉસૈન બોલ્ટ કરતા પણ ફાસ્ટ દોડ્યો હતો. બોલ્ટના નામે 100 મીટરની રેસ 9.58 સેકન્ડમાં જીતવાનો રેકોર્ડ છે.
સ્વરૂપવાન વિદેશી યુવતીઓને કઢંગી હાલમાં જોઈને ચોંકી પોલીસ, વડોદરામાં એકસાથે 10 સ્પામાં દરોડા
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube