મેરી કોમે અચાનક વર્લ્ડ ચેમ્પિયનશિપમાંથી પરત ખેંચ્યું નામ, સામે આવ્યું ચોંકાવનારું કારણ
ઓલિમ્પિક બ્રોન્ઝ વિજેતા બોક્સર એમસી મેરી કોમે યુવાનોને તક આપવા માટે આ વર્ષની વર્લ્ડ ચેમ્પિયનશિપ અને એશિયન ગેમ્સમાં નહીં રમવાનો નિર્ણય કર્યો છે. છ વખતની વર્લ્ડ ચેમ્પિયન બર્મિંગહામ કોમનવેલ્થ ગેમ્સ માટે તેની તૈયારીઓ પર ધ્યાન કેન્દ્રિત કરવા માંગે છે.
નવી દિલ્હીઃ ઓલિમ્પિક બ્રોન્ઝ વિજેતા બોક્સર એમસી મેરી કોમે યુવાનોને તક આપવા માટે આ વર્ષની વર્લ્ડ ચેમ્પિયનશિપ અને એશિયન ગેમ્સમાં નહીં રમવાનો નિર્ણય કર્યો છે. છ વખતની વર્લ્ડ ચેમ્પિયન બર્મિંગહામ કોમનવેલ્થ ગેમ્સ માટે તેની તૈયારીઓ પર ધ્યાન કેન્દ્રિત કરવા માંગે છે.
મેરી કોમનો ચોંકાવનારો નિર્ણય
IBA મહિલા વિશ્વ બોક્સિંગ ચેમ્પિયનશિપ 6 થી 21 મે દરમિયાન તુર્કીના ઈસ્તાંબુલમાં રમાશે. 2022 કોમનવેલ્થ ગેમ્સ 28 જુલાઈથી અને 2022 એશિયન ગેમ્સ 10 સપ્ટેમ્બરથી શરૂ થશે. બોક્સિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (BFI) ને એક સંદેશમાં મેરી કોમે કહ્યું, "યુવાન પેઢીને આંતરરાષ્ટ્રીય મંચ પર પોતાનું નામ બનાવવાની અને 'એક્સપોઝર' અને અનુભવ પ્રાપ્ત કરવાની તક આપવા માટે હું આ ટુર્નામેન્ટમાં ભાગ લેવા માંગતી નથી. " હું મારું ધ્યાન માત્ર કોમનવેલ્થ ગેમ્સની તૈયારીઓ પર કેન્દ્રિત કરવા ઈચ્છું છું.
ટૂંક સમયમાં યોજાવા જઈ રહી છે વર્લ્ડ ચેમ્પિયનશિપ
વર્લ્ડ ચેમ્પિયનશિપ માટે તમામ 12 કેટેગરીઓ માટે પસંદગીની ટ્રાયલ સોમવારથી શરૂ થશે અને બુધવારે સમાપ્ત થશે. ટ્રાયલ્સમાં એશિયન ગેમ્સની વજન કેટેગરીનો પણ સમાવેશ થાય છે જે IBA જેવી જ છે. BFI પ્રમુખ અજય સિંહે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “મેરી કોમ છેલ્લા બે દાયકાથી ભારતીય બોક્સિંગના વડા છે અને તેણે વિશ્વભરના અસંખ્ય બોક્સર અને રમતવીરોને પ્રેરણા આપી છે. અમે તેના નિર્ણયનું સંપૂર્ણ સન્માન કરીએ છીએ અને અન્ય બોક્સરોને તક આપવી તે તેના ચેમ્પિયન વ્યક્તિત્વનો પુરાવો છે.
એશિયન ગેમ્સ માટે મેન્સ સિલેક્શન ટ્રાયલ મેમાં યોજાશે જ્યારે કોમનવેલ્થ ગેમ્સની ટ્રાયલ પુરુષો અને મહિલાઓ માટે જૂનમાં યોજાશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube